News of Monday, 11th November 2024
બહુમાળી ભવન પાસેનું સર્કલ બિરસા મુંડાના નામકરણ કરાશેઃ દરખાસ્ત
સ્વાતંત્ર સેનાની ક્રાંતિકારીની પ્રતિમાં આર્ટગેલેરી સામેના મેદાનમાં મુકવા, નામકરણ કરવા સહિતની ૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે

રાજકોટ તા.૧૧: તા.૧૯ના રોજ મળનારા જનરલબોર્ડમાં એજન્ડા પર કુલ ૬ દરખાસ્ત છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવાનિવળત્તિ આપી, તેઓની જગ્યાએ તેમના વારસદારને નિમણુંક આપવા, શહેરના વોર્ડ નં.૦૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ'' નામકરણ કરવા તેમજ સ્વાતંત્ર સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા, નાયબ કમિશનરશ્રીઓને રૂ.૧૦ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા, શહેરના વોર્ડ નં.૦૩માં મુસ્લિમ લાઈનમાં તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા તથા શહેરના વોર્ડ નં.૦૭/બ માં વિજય પ્લોટ શેરી નં.૦૨, વોંકળાના કાંઠે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવા સહિતની ૬ દરખાસ્ત આવી છે.
(3:48 PM IST)










