<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ભાજપે ફરી સરકારી પ્રશ્નો કર્યા રજુઃ ગ્રાન્‍ટ-રેન બસેરા-રમત-ગમતની સંખ્‍યા જેવી માહીતી પુછી

મનપાના પ૦માં સ્‍થાપના દિન :૧૯મીએ જનરલ બોર્ડ : ભાજપના ૧૬, કોંગ્રેસના ર સહિત કુલ ૧૮ કોર્પોરેટરોએ ર૪ પ્રશ્નો કર્યા રજુઃ ભાજપના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા., ૧૧: આગામી તા.૧૯મીએ મનપાનું જનરલ બોર્ડ યોજાવાનું છે. આ સામાન્‍ય સભા બોલાવવા આજે મેયર નયનાબેન પેઢડીયાની સુચનાથી સેક્રેટરીએ એજન્‍ડા બહાર પાડયો છે. આ સભામાં ડ્રોથી નક્કી કરાયેલા ક્રમમાં બોર્ડ નં. ૧ર ભાજપના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયાના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.

મનપાનું આગામી ૧૯ નવેમ્‍બરના રોજ જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ.રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નયનાબેનના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ સતાના એજન્‍ડા પર કુલ ૬ દરખાસ્‍તો રહેલી છ. આજે સવારે કોર્પોરેટરો પ્રશ્નો મુકવા પહોંચ્‍યા હતા અને ભાજપના ૧૬ તથા કોંગ્રેસના ર મળી ૧૮ કોર્પોરેટરોએ કુલ ર૪ પ્રશ્નો રજુ કર્યા છે.

પ્રથમ ક્રમે ભાજપના મગનભાઇ સોરઠીયાએ અમૃત મિશન યોજના હેઠળ કઇ કઇ શાખાને લગત કેટલી રકમના કયા કયા કામો હાથ ધરવામાં આવેલ છે? તે કામો હાલ કયા તબક્કે છે?

રાજકોટ મહાનગર પાલીકાને સરકારશ્રી દ્વારા કઇ કઇ પ્રકારની ગ્રાન્‍ટો ફાળવવામાં આવે છે? છેલ્લા ર વર્ષમાં ફાળવવામાં આવેલી ગ્રાન્‍ટ પૈકી કુલ કેટલી ગ્રાન્‍ટ વપરાશ કરવામાં આવી? વિસ્‍તૃત વિગતો માંગી છે.

જયારે બીજા ક્રમે વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયાએ મહાનગર પાલીકાને રાજય સરકારશ્રી દ્વારા છેલ્લા ર વર્ષમાં આરોગ્‍ય લક્ષી તથા મ્‍યુનિ. ફાઇનાન્‍સ બોર્ડ તરફથી કુલ કેટલી ગ્રાન્‍ટ ફાળવવામાં આવેલ તેની વિગતો પુછી છે.

આ ઉપરાંત કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ મહાનગર પાલીકામાં દરેક ટાઉન પ્‍લાનીંગ યોજનામાં પાર્કીગ માટે અનામત પ્‍લોટો રાખવામાં આવેલ છે. જેમાં પાર્કીગ માટે અનામત રાખવામાં આવેલ પ્‍લોટોની હાલની સ્‍થિતિ જણાવશો?  તા.૭ માર્ચ ર૦ર૪ ના જનરલ બોર્ડ ઠરાવ નં. ૧૬૪ મુજબ કુલ પ૩ર એવા સફાઇ કામદારોની ભરતી કરવામાં આવશે. કે જેના દાદા-દાદી અને માતા-પિતાએ સફાઇ કામદાર તરીકે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી કરી હોય જેમાં બીપીએમસીના કયા કાયદા મુજબ ઠરાવ કરવામાં આવેલ છે? તેમજ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા શહેરમાં ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા કુલ કેટલા કી.મી.નો રોડ બનાવેલ હતા. કેટલા સમય પહેલા બનાવવામાં આવેલ હતા. કુલ કેટલો ખર્ચ થયેલ હતો? જેમાં વર્ષ ર૦ર૪ના વરસાદમાં કુલ કેટલા કી.મી.ના રસ્‍તાનુ ધોવાણ (ખરાબ) થઇ ગયેલ છે? સહીતના પ્રશ્નો પુછવામાં આવ્‍યા છે. (૪.૩૩)

કયા કયા નગર સેવકો એ પ્રશ્‍ન કર્યા રજૂ

મગનભાઇ સોરઠીયા   ર

ભારતીબેન પાડલીયા ર

કંચનબેન સિધ્‍ધપુરા   ૧

કેતનભાઇ ઠુંમર        ૧

મંજુબેન કુગસીયા      ૧

વિનુભાઇ સોરઠીયા     ૧

કંકુબેન ઉધરેજા        ૧

કોમલબેન ભારાઇ      ૩

સંજયસિંહ રાણા        ૧

જયશ્રીબેન ચાવડા     ૧

હાદૃિકભાઇ ગોહિલ    ૧

પુષ્‍કરભાઇ પટેલ       ૧

અલ્‍પાબેન દવે         ૧

પરેશભાઇ આર. પીપળીયા       ૧

હિરેનભાઇ ખીમાણીયા ૧

સોનલબેન સેલારા     ૧

ડો. દર્શનાબેન પંડયા ૧

વશરામભાઇ સાગઠીયા   ૩

કયા કયા પક્ષના કેટલાક પ્રશ્‍ન

            ભાજપ  કોંગ્રેસ કુલ

કોર્પોરેટર       ૧૬    ૦ર         ૧૮

પ્રશ્‍નો   ૧૮      ૦૬     ર૪

(4:43 PM IST)