News of Monday, 11th November 2024
મવડીમાં ૧૯ કરોડના ખર્ચે બનશે નવુ ફાયર સ્ટેશન

રાજકોટ : છેવાડાના વિસ્તારમાં ફાયર સ્ટેશનોની જરૂરીયાત ઉભી થતા રીંગરોડ-ર બાદ હવે મવડી ખાતે નવુ ફાયર સ્ટેશન અને કર્મચારીના રહેણાંક સહિતના પ્રોજેકટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂા.૧૯.૬૯ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા ફાયર સ્ટેશન માટે આવતીકાલની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જે મંજુર થયે ટુંક સમયમાં નવા ફાયર સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવશે.
આ ફાયર સ્ટેશનમાં બેઝમેન્ટમાં પાર્કિગ, ગ્રાઉન્ડ ફલોર તથા મેઝેનાઇન ફલોરમાં ફાયર સ્ટેશન, કંટ્રોલરૂમ, સ્ટોરરૂમ, ઓફિસ ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફલોરમાં એડમીનીસ્ટ્રેટીવ ઓફિસ તથા ૩ બેડ રૂમ હોલ કિચન સહિત સ્ટાફ કવાટર્સમાં બીજા માળ થી છઠ્ઠા માળ સુધી ર બેડ રૂમ, હોલ, કિચન, સહિત સ્ટાફ કવાટર્સની સુવિધા સાથે કુલ ૩૩૮૬૦.ર૦ ચોરસ મીટર પ્લોટ એરીયામાંઅ ાર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરનું સહિતની સુવિધા કરવામાં આવેલ છે. (
(3:49 PM IST)










