<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

મનપા રોડ-રસ્‍તા મામલે હરકતમાં: એકશન પ્‍લાન માટે ૬૦ કરોડની દરખાસ્‍ત

શહેરમાં છેલ્લા વરસાદથી ૯૦૦ જેટલા ખાડાઓ પડેલઃ રિકાર્પેટીંગમાં સમય લાગવાથી લોકોને પારાવાર મુશ્‍કેલી : મધ્‍ય, પૂર્વ અને પヘમિ ઝોન દીઠ ર૦-ર૦ કરોડ ફાળવાયાઃ તંત્ર એકને બદલે બે વર્ષનો કોન્‍ટ્રાકટ આપશે

રાજકોટ તા. ૧૧: શહેરમાં વરસાદથી રોડ-રસ્‍તાના હાલ બેહાલ બન્‍યા છે લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા વરસાદના કારણે શહેરભરમાં ૯૦૦થી વધુ ખાડાઓ પડયા હતા. ત્‍યારબાદ મનપા દ્વારા પેચ વર્કનું કામ શરૂ કરાયેલ તેમ છતાં હજુ અનેક વિસ્‍તારોના રસ્‍તા બિસ્‍માર છે.

ખખડધજ રસ્‍તામાંથી લોકો મુકિત માંગી રહ્યા છે. ત્‍યારે મનપા દ્વારા એકશન પ્‍લાનના કોન્‍ટ્રાકટનો સમયગાળો બે વર્ષ કરવામાં આવનાર છે. સામાન્‍ય રીતે આ કોન્‍ટ્રાકટ એક વર્ષ માટે જ આપવામાં આવતો હોય છે.

મનપા દ્વારા આગામી બે વર્ષ દરમિયાન ૬૦ કરોડના ખર્ચે રોડ-રસ્‍તા ટનાટન બનાવવા એકશન પ્‍લાનની દરખાસ્‍ત કરવામાં આવીસ છે. જેના ઉપર આવતીકાલથી સ્‍ટેન્‍ડીંગમાં નિર્ણય થનાર છે. આ ટેન્‍ડર પ્રક્રિયામાં ત્રણેય ઝોન બે-બે પાર્ટીએ રસ દાખવ્‍યો છે.

શહેરના મધ્‍ય, પુર્વ અને પヘમિ ઝોનમાં દર વર્ષે ૧૦ કરોડ એટલે બે વર્ષના એક ઝોન માટે ર૦ કરોડ અને કુલ ત્રણેય ઝોન માટે ૬૦ કરોડની એકશન પ્‍લાન માટે ફાળવણી કરવામાં આવી છે. આમ આવનાર વર્ષોમાં ત્રણેય ઝોનના રસ્‍તા ટનાટન બનાવવા મનપાએ કમર કસી છે. 

આ અંગે  સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્‍યા મુજબ શહેરમાં દરર વર્ષે ચોમાસા બાદ રોડ રસ્‍તાઓ તુટી જવાની ફરિયાદો દરેક ઝોનમાંથી ઉઠતી હોય છે. સરકારની ગ્રાન્‍ટના આધારે રોડ રસ્‍તા રિપેર કરવા માટે એક્‍શન પ્‍લાન્‍ટ તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ તુટેલા ખાડાઓ તેમજ રસ્‍તાઓનો સર્વે કરવામાં સમય નિકળી જાય છે ત્‍યાર બાદ ટેન્‍ડર પ્રક્રિયા તથાદરખાસ્‍ત અને વર્કઓર્ડર આપવામાં પણ ખાસો સમય નિકળી જતો હોય નવરાત્રીના અને દિવાળીના તહેવારો દરમિયાન પણ અડધો અડદ રોડ રસ્‍તા રિકાર્પેટનું કામ અધુરુ રહી જતું હોય છે. તેવી જ રીતે નવી સોસાયટીઓ તેમજ તુટી ગયેલા રોડ રસ્‍તાઓનું ન્‍યુકાર્પેટ અને રિકાર્પેટ કામ પણ ટેન્‍ડર આધારિત હોવાથી કામ શરૂ થવામાં સમય લાગતો હોય છે.

આથી મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૪-૨૫ અને વર્ષ ૨૦૨૬ માટે એક્‍શન પ્‍લાન અંતર્ગત બેચમીક્‍સ પ્‍લાન્‍ટથી રસ્‍તાઓને કાર્પેટ તથા રિકાર્પેટ અને રિસ્‍ટોરેશન કરવાના કામનું ટેન્‍ડર કર્યુ હતું. જેમાં બે એજન્‍સીને કામ સોંપવામાં આવશે. દર વર્ષે ઝોન દીઠ ૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેવી જ રીતે એક ઝોનમાં કામ પુર્ણ થયું હોય અને ગ્રાન્‍ટ બાકી હોય તો આ ગ્રાન્‍ટમાંથી અન્‍યઝોનનું કામ પણ કરવામાં આવે તેવી શરત ટેન્‍ડરમાં મુકવામાં આવી છે.

રિકાર્પેટ કામ માટે એજન્‍સીએ વધુમાં, આ કામે બીટયુમીન, લેબર, પ્‍લાન્‍ટ મશીનરી, ઙઘક તથા અન્‍ય મટીરીયલ્‍સ માટે સ્‍ટાન્‍ડર્ડ બીડીંગ ડોકયુમેન્‍ટ મુજબ તથા ટેન્‍ડરની શરતો મુજબ પ્રાઇઝ વેરીએશન આપવાનું રહેશે. ટેન્‍ડરની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ ૧(એક) ઝોન ઉપરાંતના વિસ્‍તારો જેમકે અન્‍ય ઝોનના વિસ્‍તારોમાં કામગીરી કરવાની થાય તો આવા સંજોગોમાં કરવાની થતી કામગીરીવાળા ઝોનના જે તે એજન્‍સીના મંજૂર થયેલ ટેન્‍ડરના ભાવથી આ કામ કરાવી શકાશે અને આ માટે અલગ કરારનામું કરવાનું રહેશે નહિ. આ માટે સંબંધિત એજન્‍સી પાસેથી આ ટેન્‍ડર સિવાયના અન્‍ય ઝોનના જરૂૂરી કામો કરવા અંગેની બાંહેધરી લેવાની રહેશે.

(4:41 PM IST)