News of Monday, 11th November 2024
મહુવામાં ગુરૂવારે સમસ્ત દરજી સમાજનું રાષ્ટ્રીય સંમેલન
બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના ૧ર૭ માં સ્મૃતિદિન નિમિતે આયોજન : સમાજની એકતા અને સંગઠન અંગે વિચાર વિમર્શ કરાશે : દેશભરમાંથી જ્ઞાતિજનો ઉમટશે : ઉતારાની વ્યવસ્થા મહાપ્રસાદનું આયોજન

રાજકોટઃ સમસ્ત દરજી સમાજના ગૌરવ સમા કુળમાં જન્મેલા અને મહાન બ્રહ્મસ્વરૂપ સંત શિરોમણી ભગતજી મહારાજની જન્મભુમિ મહુવામાં તેમના અંતર ધ્યાન તિથિ કારતક સુદ તેરસ ના રોજ શ્રી ભગતજી મહારાજ સ્મૃતિ મહોત્સવ નિમિતે ભારતભરના સમસ્ત દરજી સમાજનું રાષ્ટ્રીય સમેલન મહુવા મુકામે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, બાયપાસ રોડ, મહુવા ખાતે આગામી તા. ૧૪ ને ગુરૂવારના સવારે ૧૦ વાગે અક્ષર બ્રહ્મયજ્ઞ, બપોરે ૧ર વાગે મહાપ્રસાદ તથા બપોરે ર થી પ વાગે દરજી જ્ઞાતિ રાષ્ટ્રીય સંમેલન શુભાશીષ નો સ્મૃતિ મહોત્સવ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ના અને પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાખવામાં આવેલ છે.
આ સમેલનમાં દરજી સમાજની એકતા તથા સંગઠન અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે. આ સંમેલન પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વિગેરે રાજયોમાંથી દરજીસમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સમેલન સ્થળે ઉતારા તથા ભોજન વ્યવસ્થા રાખેલ હોવાનુ જણાવાયુ છે.
આ સમેલન અંગે વધુ વિગત માટે તનસુખભાઇ બી. ગોહેલ (એડવોકેટ) રાજકોટ મો. ૯૮૯૮૦૬૭૧૧૭, કલ્પેશભાઇ પરમાર ૯૯૭૮પ૮પ૮પ૮ સમસ્ત દરજી સમાજ-રાજકોટ પ્રમુખ ઉમેશકુમાર (જે.પી.)-૯૮ર૪૭૦૪૮૪૯, જીતુભાઇ પરમાર-૯ર૬પ૦પ૮૩૬૯, હરીશભાઇ જંગલબારી-૯૮રપ૦૮૦૧૩૬ નો સંપર્ક કરવા શ્રી સંત શિરોમણી ભગતજી મહારાજ સ્મૃતિ મહોત્સવ સમીતી વતી તનસુખભાઇ બી. ગોહેલ એડવોકેટની યાદી જણાવે છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી ઉમેશકુમાર જે.પી. (સમસ્ત દરજી સમાજ પ્રમુખ), ભરતભાઇ દુદકીયા (સાંસ્કૃતિક સેવા પ્રમુખ), (હર્ષદભાઇ ગોહેલ, સતીષભાઇ ગોહેલ, બી.ટી. રાઠોડ, મનુભાઇ ચાવડા, દુષ્યંતભાઇ ગોહેલ, રણજીતભાઇ ગોહેલ અને રમેશભાઇ ગોહેલ નજરે પડે છે.
(3:51 PM IST)










