તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
સીઝનલ રોગચાળો વકર્યોઃ રપપ૮ દર્દી
મનપા દ્વારા ૭૭૧૩૯ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૪૦૮૯ સ્થળોએ ફોગીંગ : શરદી-ઉધરસના ૧ર૮૬, તાવના ૧૦૪પ, ઝાડા-ઉલ્ટીના ૧૯પ તથા ટાઇફોઇડના ર સહિત ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા કુલ ૧૯ કેસ તંત્રના ચોપડે નોંધાયા

રાજકોટ તા. ર૮: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૫૨૮ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૪ થી ૧૦ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૧૯ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૬, મેલેરીયાના ૧ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૩૫, ડેન્ગ્યુના ૩૪૭ તથા ચિકનગુનિયાના ૩૩ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના
૨૫૫૮ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૮૬ તેમજ સામાન્ય તાવના ૧૦૪૫ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૯પ તથા ટાઇફોડનો ૨ સહિત કુલ ૨૫૨૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૪૨૩૩ તેમજ સામાન્ય તાવના ૧૮૬૧૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૧૪૩૬ તથા ટાઇફોડનાં ૮૪ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
મચ્છર ઉત્પતિ
સબબ ૫૯૨ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૭૧૩૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૪૦૮૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૨૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૯૨ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:04 PM IST)










