News of Monday, 11th November 2024
કલ્પકભાઇ મણિયાર અને તેમના ઉમેદવારો ફોર્મ રદ્દ થવા સામે હાઇકોર્ટમાં જશે : પડદા પાછળ કોણ છે ? !
અમારે માલ-મેવા નથી જોઇતા : બેન્કને ખોટા કે મોટા સંચાલકોની નહિ પરંતુ સાચા લોકોની જરૂર છે : ડયુઅલ મેમ્બરશીપનો નિયમ લાગુ ન પડી શકેઃ સંસ્કાર પરિવારનું અભિયાન માત્ર ચૂંટણી પુરતુ નથી : વિબોધ દોશી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂટણીમાં ઝુકાવનાર સંસ્કાર પેનલના શ્રી કલ્પક મણિયાર સહિત ના ૩ ઉમેદવારી ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટ મા ઘા નાંખશે.સંસ્કાર પેનલ ના શ્રી કલ્પક મણિઆર મીહીર મણિઆર અને હિમાંશુ ચિનોઈના ઉમેદવારી પત્રો અન્ય સહકારી બેંક મા મેમ્બરશિપ હોવાને કારણે રદ કરવામાં આવ્યા છે. સંસ્કાર પરિવાર ના કો- ઓડિનેટર શ્રી વિબોધ દોષી એ જાહેર કર્યું છે કે હાઈ કોર્ટના સીનીયર એડવોકેટ ના કાનૂની માર્ગ દર્શન મુજબ અમોએ ગુજરાત હાઈકોર્ટ માં કાયદાકીય ન્યાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. અમો અમારા તજજ્ઞ એડવોકેટો મારફત હાઈ કોર્ટ મા પીટીશન દાખલ કરવા માટે આગળ વધી રહયાં છીએ. નાગરિક બેંક કૌભોડ મુક્ત બને તે માટે ના અનેક મોરચા માહેથી ચૂંટણી મા ભાગ લેવાની પણ અમારી જવાબદારી છે જે અમો બજાવી રહેલ છીએ. અમારે માલ-મેવા નથી જોઈ તા પરંતુ બેહાલ ની સેવા કરવાનું જોઈએ છે. બેન્ક ને ખોટા કે મોટા સંચાલકો ની નહી પરંતુ સાચા લોકો ની જરૂર છે.
રાજકોટ નાગરિક બેંકના હાલના ઇલેક્શનમાં અમારું મક્કમ વલણ છે કે નૈતિક સંસ્કારોના સિદ્ધાંત પર ચાલે તેવા ઉમેદવારોની જરૂર છે. ૪૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહે છે તેમાંથી અમારી સંસ્કાર પેનલના ૧૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે અને ૪ ઉમેદવારોના ફોર્મ ઙ્કડબલ મેમ્બરશિપઙ્ઘના કારણસર રદ કરવામાં આવ્યા છે. સંસ્કાર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવશે.
સંસ્કાર પેનલના ઉમેદવારોને ફક્ત તેમની બીજી બેંકોમાં મેમ્બરશિપ ધરાવતા હોવાનું કારણ બતાવીને રદ કરાયા છે.
હરીફ પેનલ દ્વારા ધાકધમકીથી અમારાં ફોર્મ રદ કરાવવા નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. આના કારણે તે સ્પષ્ટ થાય છે કે આ ઇલેક્શન હરીફ જુથની પછાત માનસિકતા અને સત્તાની નીતિ છે. સંસ્કાર પેનલ - ‘વિના સંસ્કાર નહીં સહકારઁ સ્લોગન ને ચરિતાર્થ કરે છે. સંસ્કાર પેનલના ચાર લોકોના ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ડબલ મેમ્બરશિપ દર્શાવી છે. સંસ્કાર પેનલ ના ૨ ઉમેદવાર જયંતભાઈ ધોળકિયા અને કાળું મામા ના ફોર્મ રદ કરાવવાની મહેનત-પ્રયાસો નિષ્ફળ ગયેલ છે.
ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે અમારા માટે તેવી કોઈ મોટી ઘટના નથી. અમો અમારા અંતિમ લક્ષ્યથી વિચલિત થયા વગર બેંકને બચાવવા માટે સંકલ્પ બધ્ધ છીએ. અગાઉ ના દાયકાઓમાં જે રીતે બેન્કિંગ રુલ્સ એન્ડ રેગ્યુલેશન અચૂક પાલન,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની તમામ સુચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્ક ની તમામ નિતી રીતી નો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયો માં હર હંમેશ બેન્કના હિતની સર્વોપરીતા, નાના અને મધ્યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે અમારા મૂળભૂત ઉદેશો તેમજ લક્ષ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઇકોર્ટમાં બેંકના કોભાંડો વિરુદ્ધ કાનૂની જંગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત તમામ સરકારી એજન્સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્ય વાતની રજૂઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેંકમાં નવા ચૂંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સમક્ષ ભારપૂર્વકની રજૂઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેશું.
તેમશ્રી વિબોધભાઇ દોશી (કો-ઓર્ડીનેટર) તથા રસીકભાઇ નકુમ (મિડિયા ઇન્ચાર્જ) એ જાહેર કર્યુ છે. (૯.૧૯)
(4:11 PM IST)










