News of Tuesday, 12th November 2024
નવાગામમાં હેતલબેન અને ૮ વર્ષની દિકરી તળાવમાં પડી ગયાઃ બંનેનો બચાવ
કપડા ધોવા ગયા ત્યારે દિકરીનો પગલ લપસ્યોઃ બચાવવા જતાં માતા પણ ખેંચાયાઃ લોકોએ બચાવી લીધા

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર નવાગામમાં રહેતાં હેતલબેન ધનજીભાઇ સુમરખાણીયા (ઉ.વ.૩૫) અને તેની દિકરી રીયા (ઉ.વ.૮) સાંજે ચારેક વાગ્યે ગામના તળાવે કપડા ધોવા ગયા ત્યારે રીયા રમતી રમતી તળાવના કાંઠે ન્હાવા જતાં તેનો પગ લપસતાં ડુબવા માંડતા માતા હેતલબેન બચાવવા જતાં તે પણ અંદર લપસી પડયા હતાં. બીજા લોકો દેકારો સાંભળી દોડી આવ્યા હતાં અને મા-દિકરી બંનેને બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. સારવાર બાદ માતા-પુત્રી બંને સ્વસ્થ થતાં રજા અપાઇ હતી.
(10:44 AM IST)










