તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
ભાજપ વોર્ડ નં. ૭ના પ્રમુખ અને યુવા બિઝનેસમેન કૌશીક ચાવડાનો જન્મદિન

રાજકોટ : શહેર ભાજપ વોર્ડ નં. ૭ ના પ્રમુખ અને યુવા બિઝનેસમેન કૌશીક ચાવડાનો આજે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વ્યવસાયે એસ્કોર્ટ સિકયુરીટી સર્વિસના ઓનર છે. અને છેલ્લા ૧પ વર્ષથી આ વ્યવસાય કરી રહ્યા છે. અને સારી નામના ધરાવે છે. તેઓ શહેર ભાજપમાં વોર્ડ નં. ૭ ના પ્રમુખ હોવાની સાથોસાથ વિવિધ સંસ્થાઓમાં પણ સક્રિય છે. અને સેવા આપી રહ્યા છે. શ્રી પંચનાથ હોસ્પિટલમાં પણ નિયમિતપણે સેવા આપી રહ્યા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા કૌશીક ચાવડાને તેમના મિત્રો, ભાજપના આગેવાનો તરફથી મો. ૯૮ર૪ર ૧૧૦૧૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(10:56 AM IST)










