<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

રાજય સરકારની ટેકાના ભાવે ખરીદી વચ્‍ચે રાજકોટ યાર્ડમાં ખેડૂતોએ મગફળીની વધુ ૧.૧૦ લાખ ગુણી ઠાલવી...!

કપાસ અને સોયાબીનની પણ ધીંગી આવકઃ જણસી ભરેલા વાહનોની ૮ કિ. મી. લાંબી કતારો લાગી...

રાજકોટ તા. ૧ર :.. રાજય સરકાર દ્વારા ગઇકાલથી વિવિધ કેન્‍દ્રો ઉપર મગફળીની ટેકાના ભાવે (એક મણના ૧૩પ૬ રૂા. લેખે) ખરીદી શરૂ કરાઇ છે. ત્‍યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ આજે મગફળીની વધુ ૧.૧૦ લાખનો જથ્‍થો ઠાલવ્‍યો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો શરૂ કરાતા ૧.૧૦ લાખ મગફળીની ગુણીની આવકો થઇ હતી. મગફળી જાડી એક મણના ભાવ ૯૮૦ થી ૧ર૬૪ રૂા. અને મગફળી ઝીણીના ૧૦ર૦ થી ૧ર૧પ રૂા.ના ભાવે સોદા પડયા હતાં. ઓછા ભાવો મળતા હોવા છતાં ખેડૂતો યાર્ડમાં મગફળી વેંચી રહ્યા છે. મગફળીની સાથે કપાસની ૧પ૦૦૦ મણ તથા સોયાબીનની ૪૦,૦૦૦ મણની આવકો થઇ હતી. વિવિધ જણસી ભરેલા વાહનોની યાર્ડથી ૮ કિ. મી. સુધી લાંબી કતારો લાગી હતી. તસ્‍વીરમાં મગફળી અને કપાસનો જથ્‍થો તથા અંતિમ તસ્‍વીરમાં વાહનોની લાંબી કતારો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(1:41 PM IST)