તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 12th November 2024
ગોંડલમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ચંદ્ર મોલેશ્વર મંદિરમાં ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કર્યોઃ ગંભીર ઇજા
મુંબઇ રહી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છેઃ બે મહિનાથી ગોંડલ આવ્યા છેઃ પોતે શિવભક્ત છેઃ બેભાન હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: ગોંડલમાં એક આધેડે મંદિરમાં જઇ પોતાના ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ બનાવથી ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નં. ૧માં રહેતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૭) નામના આધેડે સવારે અગિયારેક વાગ્યે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા શ્રી ચંદ્ર મોૈલેશ્વર મંદિરે હતાં ત્યારે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાની કોશીષ કરતાં ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર માટે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ધર્મેન્દ્રસિંહ શીવજીના ભક્ત છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઇમાં મોટા છે, પોતે મુંબઇ ખાતે કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. બે મહિનાથી રજા પર આવ્યા છે. પોતે આવુ શા માટે કર્યુ? તે અંગે તેઓ કંઇ બોલી શકતા નથી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ પોલીસને જાણ કરી છે.
(3:20 PM IST)










