તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
નાગરીક બેંકની ૧૭ લાખની બાકી પ્રશ્ને રણછોડનગરમાં મકાનનો કબજો લેતા મામલતદારઃ સીલ મારી કબજો સોપી દેવાયો

રાજકોટ તા. ૧૨: રાજકોટ કલેકટરની સૂચના બાદ આજે પૂર્વ વિસ્તારના મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફીસર શ્રી સત્યમ શેરસીયાએ નાગરીક બેંકની બાકી લોન હોય બેન્ક સિકયુરાઇઝેશન એકટ હેઠળ મકાનનો કબજો લઇ બેંકને સોંપી દિધો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ચડોતરા નીરૂબેન રાજેન્દ્રભાઇ ને રાજકોટ શહેરના રણછોડ નગર વિસ્તારમાં શેરી નં. ૯ માં આવેલ ઓમ નામનું મકાન કે જેના રેવન્યુ સર્વે નંબર ૧૩૨ પૈકીની બિન ખેડવાણ અને રહેણાંકના ઇમારત બાંધવાની મંજૂરી વાળા ટીપી સ્કીમ નંબર ૮ એફ પી નંબર ૫૩ પ્લોટ નંબર ૨૩૧+ ૨૩૨/૩ ની જમીન ચો. વા. ૯૨-૦૯ ઉપર આવેલ મકાન નો કબજો બેંક બાકી પ્રશ્ને લેવાયો હતો.
મિલકત ઉપર તા. ૩૧/૦૭/૨૦૧૧ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂા. ૧૭ લાખ અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
(3:22 PM IST)










