તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
મનપા દ્વારા મંજુરી વિનાના ૯૩૬ બોર્ડ-બેનરો ઉતારાયા
દબાણો નહીં ચલાવાઇ : રાજમાર્ગો પરથી ૧૫ રેકડી-કેબીનો, ૧૬૩ પરચુરણ માલ સમાના જપ્તઃ ૫૩ હજારનો મંડપચાર્જ વસુલાયોઃ દબાણ શાખાની કાર્યવાહી

રાજકોટ તા.૧૨: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમાં મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતરરૂપ ૧૫ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૧૬૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
ઉપરાંત જંક્શન રોડ, જ્યુબેલી,પંચાયત ચોક, રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી ૮૫૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ સોરઠીયાવાડી પાસે થી રૂ.૫૩,૫૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
જયારે સંતકબીર રોડ, ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ૯,૩૦૦./- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી, સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, પરથી ૯૩૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:24 PM IST)










