<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ભગવતીપરા મેઇન રોડ પરથી પ કિલો અખાદ્ય નોનવેજનો જથ્‍થો ઝડપાયો : નાશ

ગૌષીયા કેટરર્સને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા સુચનાઃ ૧૧ ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ, તા., ૧રઃ શહેરમાં મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો તથા વિક્રેતાઓને ત્‍યાં ચકાસણી અંતર્ગત ભગવતીપરા મેઇન, સંતકબીર રોડ વિસ્‍તારમાં સર્વેલન્‍સ ચેકીંગ હાથ ધરી પ કિલો નોનવેજનો અખાદ્ય જથ્‍થો નાશ કરવામાં આવ્‍યો હતો. સાથે જ ૧૧ ખાણીપીણીના વેપારીઓને લાઇસન્‍સ અંગે સુચના આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ગૌષીયા કેટરર્સ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોન વેજ પ્રિપેર્ડ ફૂડનો અંદાજીત ૦૫ કિ.ગ્રા. જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, તેમજ ફૂડ લાયસન્‍સ ડિસ્‍પ્‍લેમાં રાખવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સંતકબીર રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં શિવશક્‍તિ ઘૂઘરા, ગજાનંદ છોલેભટુરે,  બાલાજી મોમોસ , ભોલેનાથ ઘૂઘરા, જય ચામુંડા મસાલા કોન, જય મોમાઈ કોલ્‍ડ્રિંક્‍સ, બાલાજી પાણીપુરી, ચામુંડા પાણીપુરી, રાંદલ ભેળ,  જે.જે. ઘૂઘરા, શ્રીનિવાસ ઘૂઘરાને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(4:48 PM IST)