તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
પ્રજાનો ટીપરવાનની ફરિયાદનો અધિકાર છીનવાશેઃ કોન્ટ્રાકટરને દંડની જોગવાઇ નથી : રાજાણી-સાગઠીયા
કોંગ્રેસ દ્વારા કચરો એકઠો કરવાની દરખાસ્તને મંજૂરી ન આપવા મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ : સીધો ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ આપવાને બદલે ૬ માસથી ૧ વર્ષ માટે કામ આપોઃ ગાડીઓ શહેરમાં પ્રદુષણ ફેલાવે છેઃ સખી મંડળની યોજના સારી

રાજકોટ તા. ૧ર :.. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા આજની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર થયેલી દરખાસ્તને વહીવટી મંજૂરી ના આપવા મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ અને મોટું ટેન્ડર જેમાં ૧૦ વર્ષ માટે ૧૧૦૦ કરોડ નું મંજૂર કરવામાં આવેલ છે તે બાબત શંકાસ્પદ છે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલ દરખાસ્તને વહીવટી મંજૂરી ન આપવા અપીલ કરી છે.
કોંગ્રેસ આગેવાનોએ કારણમાં જણાવેલ છે, નવા ફીચર્સ ઉમેરાયા છે તેમાં કામગીરીના ખર્ચની કોઈ વિગતો આપવામાં આવી નથી. અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્ડર હોય તો એક જ એજન્સીને કામગીરી શા માટે આપવામાં આવી. પર્યાવરણ ઈજનેરની બદલી કરીને આ દરખાસ્ત કરવામાં આવી છે અને નવ નિયુક્ત પર્યાવરણ ઈજનેરે પણ પર્યાવરણ ઇજનેર પદેથી રાજીનામું આપી દીધું છે એમ જાણમાં છે ત્યારે આ બાબત પણ શંકાસ્પદ છે.
આ અંગે રાજકોટની જનતાને અગાઉ શેરી ગલીઓમાં કોઈપણ જાતની જાગળતિ અભિયાન ચલાવેલ નથી અને જે પગલે ટેન્ડરની શરતો મુજબ કામ થવાની શકયતા નહિવત છે, ગત વર્ષે ૫૨.૫૭ કરોડ નો ખર્ચ કર્યા બાદ પણ ટેન્ડરની શરતો મુજબ કામ થયું નથી અને પરિણામ ન મળતા રાજકોટ સ્વચ્છતા ક્રમથી પાછળના ક્રમે ધકેલાયું છે, દૈનિક ૭૫૦ ટન કચરા ના નિકાલ નો કોન્ટ્રાક્ટ જુદી જુદી પાર્ટીને શા માટે અપાયો નથી, ટીપરવાનમાં હાલની સંખ્યા ૨૨૩ છે પરંતુ તે વધારી ૫૭૩ થશે એટલે કે બમણીથી વધારે સંખ્યા કરવામાં આવશે, ઉપરાંત એજન્સીને પ્રથમ વર્ષે ૯૬ કરોડ ૧૧૧.૫૭ કરોડ એટલે કે બમણાથી વધારે રકમ ચૂકવવામાં આવશે જે બાબત પણ તપાસનો વિષય છે.
ટીપરવાન મોડી આવે અથવા લોકો તરફથી પ્રજાના પરસેવાના કમાણી માંથી જે ૧૧૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેમ છતાં ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રજાને ફરિયાદ કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે., ટીપરવાનની કોઈપણ ફરિયાદ અંગે પ્રજા ને ફરિયાદ કરવાનો અધિકાર છે અને ફરિયાદ બાદ જે તે એજન્સીને પેનલ્ટી કરવાની જોગવાઈ ટેન્ડર ની શરતોમાં હોવી જોઈએ જે છે નહીં, એક જ કોન્ટ્રાક્ટરને દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાને બદલે છ મહિનાથી થી એક વર્ષ માટે નો કોન્ટ્રાક્ટ માં તેઓની સરાહનીય કામગીરી લાગે તો જ દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી શકાય, હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સખી મંડળી સહિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ૫,૦૦૦ નું સેટઅપ છે ત્યારે વધુ ખાનગી કોન્ટ્રાક્ટ આપી વધુ સેનેટરી ઇન્સ્પેક્ટર ની આ કોન્ટ્રાક્ટ માં ભરતી કરી ભ્રષ્ટાચારની બદબૂ આવે છે., અગાઉની સખી મંડળ યોજનાઓ જે હતી તે સારી હતી હાલની ગાડીઓ શહેરમાં બેફામ પ્રદુષણ ફેલાવે છે ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે. પ્રદૂષણ ન ફેલાય અને ડીઝલનો વપરાશ ઓછો થાય તે માટે વધુમાં વધુ સખી મંડળો ની આવશ્યકતા છે.
(4:47 PM IST)










