તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
રાજકોટ નાગરિક બેંકની ૧૫ બેઠકો ઉપર જામશે ચૂંટણીનો જંગ
સહકાર પેનલના ૨૧ ઉમેદવારો પૈકી ૪ સી.એ., ૪ ઉદ્યોગપતિઓ, ૨ એન્જીનીયર, ૬ સામાજીક આગેવાનો, ૧ પ્રોફેસર, ૧ ડોકટર, ૩ એડવોકેટ : દવે, માંકડ, પાઠક

રાજકોટઃ માધવ દવે, દેવાંગ માકડ, દિનેશ પાઠકની યાદી જણાવે છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણીમાં સહકાર પેનલે નગારે પ્રથમ ઘા માર્યો છે અને તેના ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ, હવે ૧૫ બેઠકો ઉપર ચૂંટણીનો જંગ જામશે.
બિનહરીફ વિજેતા ઉમેદવારોના નામો, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (જનરલ) (ગ્રુપ-૩ અમદાવાદ ), શ્રી લલીતભાઈ વોરા (જનરલ) (ગ્રુપ-૧ ધોરાજી), શ્રી દિપકભાઈ બકરાનીયા (જનરલ) (ગ્રુપ-૨ મોરબી), શ્રી હસમુખભાઈ હિંડોચા (જનરલ) (ગ્રુપ-૪ જામનગર ), શ્રી મંગેશજી જોષી (જનરલ) (ગ્રુપ-૫ નાગપુર), શ્રી પ્રો.નવીનભાઈ પટેલ (એસ.ટી. રાજકોટ) નો સમાવેશ થાય છે.
તા.૧૭ રવિવારે રાજકોટ નાગરીક સહકારી બેંકની કુલ ૨૧ બેઠકો માં ૬ બેઠક બિનહરીફ થતા બાકી રહેતી ૧૫ બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે તેમાં સહકાર પેનલના આ ઉમેદવાર હવે સ્પર્ધામાં રહેશે શ્રી માધવભાઈ દવે, શ્રી ચંદ્રેશભાઈ ધોળકિયા, શ્રી દિનેશભાઈ પાઠક, શ્રી અશોકભાઈ ગાંધી, શ્રી ભૌમિકભાઈ શાહ, શ્રી કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, શ્રી ચિરાગભાઈ રાજકોટિયા, શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી હસમુખભાઈ ચંદારાણા, શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી ડો. એન. જે. મેઘાણી, શ્રી જીવણભાઈ પટેલ, શ્રીમતી જ્યોતિબેન ભટ્ટ, શ્રી કિર્તીદાબેન જાદવ અને શ્રી બ્રિજેશભાઈ મલકાણનો સમાવેશ થાય છે.
સહકાર પેનલમાં ૨૧ ઉમેદવારો પૈકી ૪ - સી.એ., ૪ - ઉદ્યોગપતિઓ, ૨ -એન્જીનીયર, ૬ - સામાજિક આગેવાનો, ૧ - પ્રોફેસર, ૧ - ડોક્ટર, ૩ - એડ્વોકેટ જેવા સક્ષમ ઉમેદવારો છે.
સહકાર પેનલ હંમેશા પોતાની લીટી મોટી કરવામાં માને છે. અન્યની લીટી નાની કરવામાં નહિ. સહકાર પેનલ એ સામૂહિક નેતળત્વમાં શ્રધ્ધા ધરાવતા રાષ્ટ્વાદી વિચારધારાના વાહકો છે. રાષ્ટ્ર અને સંસ્થાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાવાળા સમર્પિત કાર્યકર્તાઓની ટીમ નાગરીક બેંકના માધ્યમથી સમાજની સેવા કરવા તત્પર છે. સહકાર પેનલ કોઈ વ્યક્તિ આધારે નહીં પરંતુ વિચારધારા અને સામુહિક નેતળત્વનું પ્રતિબિંબ હોવાનું યાદીમાં જણાવાયું છે.
સામે પક્ષે હવે ફક્ત ૧૧ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્ના છે. જે પેનલ પોતે પુરા ઉમેદવાર ઉભા ન રાખી શકે તે ચૂંટણી બાદ પણ લડત આપવાના હાકલા પડકારા કરીને પરોક્ષ રીતે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ છે. આનો અર્થ ઍ થયો કે બહુમતી ડેલીગેટ બેંકની સહકાર પેનલને સમર્થન આપે છે. સહકારી ક્ષેત્રમાં પ્રચલિત સુત્ર સહકાર પેનલ સાર્થક કરે છે, વિના ‘સહકાર’ નહિ ઉદ્ધાર.(
(3:25 PM IST)










