<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વોર્ડ નં. ૧૧માં નવુ ફાયર સ્‍ટેશન બનશે

 રાજકોટ :. મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂ.૨૩.૨૪ કરોડના ખર્ચે ટી.પી. સ્‍કીમ નં.ર૮ (મવડી), એફ.પી.નં.ર૬(એ) નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવું ફાયર સ્‍ટેશન બનાવવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

         ઉક્‍ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા અને વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.

(3:44 PM IST)