<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વોર્ડ નં.૧૮માં ડામર રિકાર્પેટ, ડ્રેનેજ, પાઇપલાઇન બીછાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં રૂ.૨.૭૬ કરોડના ખર્ચે રેમ્‍બો ૧૨ મીટર રોડ, લાલબહાદુર મેઈન રોડ વિગેરે રોડમાં ડામર રીકાર્પેટ કરવાનુ કામ, રૂ.૩૩.૯૨ લાખના ખર્ચે સંકેત બંગ્‍લોઝ સોસાયટીમા ડ્રેનેજ મેઈન લાઈન નાખવાનું તથા મેનહોલ હાઉસ કનેક્‍શન ચેમ્‍બર બનાવવાનું કામ તેમજ  રૂ.૭૧.૬૮ લાખના ખર્ચે બ્રહ્માણી હોલ પમ્‍પિંગ સ્‍ટેશનથી નવા બનેલ KOTHARIYA 15 MLD STP સુધી ૬૦૦ મીમી ડાયા  RCC NP3 પાઇપલાઇન નાખવાનું કામ. આમ કુલ રૂ.૩.૮૨ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:45 PM IST)