તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વોર્ડ નં. ર માં ૧.૩પ કરોડનો ખર્ચ મંજૂર
તાર ઓફીસ પાસેનો વોંકળો પાકો કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં રૂ.૧.૩૫ કરોડના ખર્ચે તાર ઓફિસ પાસે વોકળો પાકો કરવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી સદર બજાર, કાશી વિશ્વનાથ સોસાયટી, જજ ગવર્નમેન્ટ ક્વાટર્સ વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઇ શક્શે તેમજ વોંકળો બંધાઇ જવાથી મચ્છર ઉપદ્રવમાથી રાહત મળશે. આ કામ મંજુર કરવા બદલ ધારાસભ્ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર ડો.દર્શિતા શાહ, શાસક પક્ષ દંડક તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડિયા અને કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:45 PM IST)










