<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વોર્ડ નં. ૩માં વિકાસ અવિરતઃ ૧.૪ર કરોડને લીલીઝંડી

રાજકોટઃ  શહેરના વોર્ડ નં.૦૩માં  રૂ.૬૧.૨૦ લાખના ખર્ચે રેલનગર વિસ્‍તારની અલગ અલગ કુલ - ૧૪ આવાસ યોજનાનાં કમ્‍પાઉન્‍ડમાં રેઇન વોટર હાર્વેસ્‍ટીંગ કરવાનું તથા પેવીંગ બ્‍લોક નાખવાનું કામ,  રૂ.૨૨.૮૧ લાખના ખર્ચે શાંતિનગર પાસે આવેલ એઇમ્‍સ હોસ્‍પિટલને જોડતા બ્રીજ પાસેનાં ડી.પી. રોડ પર રસ્‍તાની બંને બાજુ પીચીંગ કરવાનું કામ,  રૂ.૨૯.૭૮ લાખના ખર્ચે બેડીનાકા ખાતે નવી વોર્ડ ઓફિસ બનાવવાનુ કામ અને  વોર્ડ નં.૦૩માં નવા ભળેલ મનહરપુર વિસ્‍તારમાં રૂ.૨૯.૦૧ લાખના ખર્ચે લાયબ્રેરી બનાવવાનુ કામ. આમ કુલ રૂ.૧.૪૨ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્‍પાબેન દવે દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:46 PM IST)