તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વોર્ડ નં. ૧૪માં પાઇપ ગટર નખાશે
કોર્પોરેટરો નિલેશભાઇ, કેતનભાઇ, ભારતીબેન તથા વર્ષાબેનની રજૂઆત સફળ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪માં ગાયત્રીનગર શેરી નં.૧૨ માં રૂ.૧૪.૭૮ લાખના ખર્ચે હયાત બોકસ ગટરની જગ્યાએ પાઇપ ગટર નાખવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામો મંજુર કરવા બદલ આરોગ્ય સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા અને વર્ષાબેન રાણપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:47 PM IST)










