તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વોર્ડ નં. પમાં રૂા. ર.૧૮ કરોડના ખર્ચે ડી.આઇ.પાઇપલાઇન નેટવર્ક તથા ઇ.એસ.આર. બનાવવાનું કામ મંજૂર
અમૃત ર.૦ યોજના અંતર્ગત ફાળવણી : રસીલાબેન, દિલીપભાઇ તથા હાર્કિદકભાઇના પ્રયત્નો ફળ્યા

રાજકોટ શહેરના વોર્ડ નં.૫માં અમળત ૨.૦ યોજના અંતર્ગત રૂા.૨.૧૮ કરોડના ખર્ચે મંછાનગર વિસ્તારમાં ડી.આઈ પાઈપલાઈન નેટવર્ક(લેબર પાર્ટ) તથા ૫ લાખ લીટર કેપેસિટીનો ઈ.એસ.આર બનાવવાનુ કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી મંછાનગર અને ભીમરાવનગર મફતિયાપરા વિસ્તારના રહેવાસીઓને સુવિધામાં વધારો થશે.
આ કામ મંજુર કરવા બદલ માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા અને હાર્દિકભાઈ ગોહિલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:49 PM IST)










