તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
ઘરે ઘરે કચરા એકત્રીકરણનું ખાનગીકરણ થશે : ૧૧૪૦ કરોડનો ખર્ચ મંજુર
સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વિવિધ વિકાસ કામોના ૯૭.૦૭ કરોડની પ૩ દરખાસ્તોને લીલીઝંડી : સ્ટેન્ડિંગ સભ્યના વિરોધ વચ્ચે આખરે તંત્રની તીજોરી પર બમણા બોજાનો બોમ્બ ઝીંકાયો : ડો. દસ્તુર માર્ગનું નાલુ બનાવવા રેલ્વે વિભાગને વધુ રૂા. ૧.૧૭ કરોડ ચુકવાશે.

રાજકોટ, તા. ૧ર : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટે.કમીટીની મીટીંગ મહાનગરમાં વર્ષોથી કોર્પો. દ્વારા ગોઠવવામાં આવેલી છતાં સ્વચ્છ નગર અભિયાન માટે સંપૂર્ણ સફળ સાબિત નહીં થયેલી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ઓપરેશન તથા મેન્ટેનન્સ, ૧પ૦ ટીપીડીનો એમઆરએફ પ્લાન્ટ બનાવવા સહિતની કામગીરીનો દસ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો કોન્ટ્રાકટ મંજુર તથા ડો. દસ્તુર માર્ગેના નો વધુ ૧.૧૭ કરોડ ચુકવવા સહિતની પ૩ દરખાસ્તો વિવિધ વિકાસ કામોની પ૩ દરખાસ્તો નો ૯૭.૦૭ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે.
મહાપાલિકાને હાલ વર્ષોથી ઘરે ઘરે કચરા એકત્રીકરણ પાછળ વર્ષે પર કરોડથી વધુનો ખર્ચ થાય છે. કેન્દ્ર સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ર૦૧૯ હેઠળ ગાર્બેજ સેગ્રીગેશનના સોલ્યુશન માટે રાજય સરકારે કુલ ચાર ભાગમાં કચરાના સેગ્રીગેશનની નીતિ અપનાવી છે. જે ગાઇડલાઇન હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગરમાં કંપની મારફત ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન સહિતની કામગીરીના કોન્ટ્રાકટ અપાયા હોય, અમદાવાદના ટેન્ડરની કોપી કરીને રાજકોટમાં લાગુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠક માં ૫૩ દરખાસ્તને મંજુરી આપી રૂા. ૯૭.૦૭ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તમામ દરખાસ્તો પૈકી હોકર્સઝોનમાં બેસતા ધંધાર્થીઓના ભાડા વધારાની દરખાસ્ત રદ કરી સાથો સાથ સફાઈકરનો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચાસ્પદ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના રૂા. ૧૧૦ કરોડના ૧૦ વર્ષના કામને મંજુરી આપવામાં આવી હ તી. તેવી જ રીતે ડોક્ટર દસ્તુર માર્ગ ઉપર રેલવેની નીચે નાલુ બનાવવાનું કામ શરૂ થાય તે પહેલા રેલવે વિભાગે રૂા. ૧.૧૭ કરોડની ડિપોઝીટની માંગણી કરતા આજની સ્ટેન્ડીંગમાં ૧.૧૭ કરોડની ચૂકવણીની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. દસ્તુર માર્ગ ઉફર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રેલવેનું નાલુ બનાવવાનું પ્રોજેક્ટ મનપાએ હાથ ધર્યો છે. અગાઉ નાલા માટે રેલવેને રૂા. ૨.૮૨ કરોડ ચૂકવી દીધા છે. છતાં હવે રેલવે વિભાગે ડિપોઝીટના નામે વધુ ૧.૧૭ કરોડ માંગતા આજે આ ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં. ૧૨માં નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રૂા. ૨૩.૨૪ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ બિલ્ડીંગ બનાવવા તેમજ ડ્રેનેજ શાખા માટે ચાર નંગ વેટવેલ મશીન અને ૫૦ ફૂટની ઉંડાઈ સુધી મેઈન હોલ સાફ કરવાની ક્ષમતા ધરાવતું મશીન ખરીદવાની તથા અલગ અલગ વોર્ડમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર મારફતે સફાઈ કરી કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તથા વોર્ડ નં. ૩માં શાંતિનગર પાસે એઈમ્સ હોસ્પિટલને જોડતા બ્રિજ પાસેના ડી.પી. રોડ ઉપર પેકીંગ કામ કરવા તથા પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે જુદી જુદી જગ્યા પર મુલાકાતીઓ માટે રોડ પહોળો કરવા અને વોર્ડ નં. ૫માં અમળત યોજના અંતર્ગત મંછાનગર વિસ્તારમાં ડીઆઈપાઈપલાઈન નેટવર્ક તથા પાંચ લાખ લીટર કેપેસીટીનો ઈએસઆર બનાવવાના કામ સહિતની તમામ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.(૯.૩૮)
મંજુર...મંજુર...મંજુર : મ્યુનિ. કોર્પોરેશનની દર એક મહિને મળતી સ્ટેન્ડીંગ કમીટી બેઠક આજે સવારે ૧૧ વાગ્યે ઢેબર રોડ પર આવેલ મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમીટી રૂમમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કુલ રૂા. ૯૭.૦૭ કરોડના ખર્ચના વિવિધ વિકાસ કામોની પ૩ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, સ્ટેન્ડીંગ સભ્યો હાર્દિક ગોહેલ, નીરૂભા વાઘેલા, બીપીન બેરા, જયોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી તથા ડે.મેયર સ્વપ્નીલ ખરે, સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા તથા અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:50 PM IST)










