<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

રાજકોટના રાજવી માંધાતાસિંહ ભાજપના સક્રિય સભ્‍ય બન્‍યાઃ ફોર્મ ભર્યુઃ સક્રિય સભ્‍ય બનાવવાના અભિયાનનો પ્રારંભ

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ૪પ દિવસથી રાજયમાં સદસ્‍યતા અભિયાન-ર૦ર૪ ચાલી રહ્યું છે જે અંતર્ગત આજરોજથી ૧૦૦ કે તેથી વધુ પ્રાથમિક સભ્‍ય બનાવેલા કાર્યકતાઓને સક્રિય સભ્‍ય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે.

આ અભિયાન અંતર્ગત સો પ્રથમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ સક્રિય સભ્‍યનું ફોર્મ ભરી અને પોતાની નોંધણી કરાવેલ છે અને આ સક્રિય સદસ્‍યતા અભિયાનનો રાજકોટ શહેરમાં પ્રારંભ કરાવ્‍યો છે.

આ તકે રાજકોટના રાજવી અને પ્રદેશ ભાજપ આમંત્રીત માંધાતાસિંહજીએ સક્રિય સદસ્‍યતા નોંધાવી ફોર્મ ભરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખને સુપ્રત કરેલ હતું. મહાનગરના સક્રિય સદસ્‍યતા સંયોજક અને શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ મહેશ રાઠોડ, રાજકોટ શહેરના ઉપાધ્‍યક્ષ રાજદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી હરેશભાઇ કાનાણી ઉપસ્‍થિત રહ્યા હતાં.

(4:10 PM IST)