<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સોરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ફી વધારા પ્રશ્ને NSUIનો હલ્લાબોલઃ ૨૦ કાર્યકરોની અટકાયત

ફી વધારો પરત ખેંચવા માંગઃ રજીસ્‍ટ્રારને ઘેરાવ, ઉગ્ર સુત્રોચ્‍ચાર

રાજકોટઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી દ્વારા પી.એચડીની પ્રવેશ પરીક્ષા ફી માં કરવામાં આવેલ તોતીંગ વધારા સામે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીના નેતૃત્‍વમાં રજીસ્‍ટ્રારને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ સમયે ખોટી ચલણી નોટો ઉડાડીને દેખાવો કર્યા હતા તે સમયથી તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(

રાજકોટ તા.૧૨: સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષાની ‘ફી'માં તોતીંગ વધારો કરવામાં આવ્‍યો છે. આજે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીના નેતુત્‍વમાં ખોટી ચલણી નોટો ઉડાડીને વિરોધ કર્યો હતો. પોલીસે ૨૦ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

હાલમાં સૌરાષ્‍ટ્ર યુનિ. દ્વારા Ph.D. ની પ્રવેશ પ્રક્રિયાની ફ્રી માં તોતિંગ  વધારો કરવામાં આવ્‍યો છે તે વિધાર્થી સાથે અન્‍યાય છે. સરકારી યુનિ.ઓમાં નહિવત ધોરણે વિધાર્થીઓ પાસે થી ફી ઉઘરાવવી જોઈએ. જેના લીધે ગરીબ વિધાર્થી જ્ઞાન પ્રાપ્ત કરી તેમનો તથા સમાજનો બહોળો વિકાસ કરી શકે. પરંતુ સૌરાષ્‍ટ્ર યુનિ.ના નિષ્‍ફળ સતાધીશો દ્વારા Ph.D. ની પ્રવેશ પ્રક્રિયા ફી માં ધરખમ વધારો કરી વિધાર્થીઓને આર્થિક બોજો વધારવાનું કામ કર્યું છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ૫૦૦માંથી ૧૫૦૦ જેટલી ફી વધારો કરી દેવામાં આવ્‍યો વિદ્યાર્થીઓનો અન્‍યાય કરવાની વાત છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી એન્‍ટ્રન્‍સના લઈને ૧૫૦૦ રૂપિયા જેવી તોર્તિંગ ફીના ઉઘરાણા કરે છે તેનો ફલ્‍શ્‍ત્‍ વિરોધ કરે છે આ ફ્રી વધારા પાછો ખેંચવો જોઈએ અને ભ્‍ત્ર્ઝ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ લેવાવી જોઇએ એ અમારી માંગ છે.

 

(4:16 PM IST)