<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

રવીવારે મતદાનઃ ગુરૂવારે હાઇકોર્ટમાં સુનાવણીઃ કાનૂની જંગ

સહકાર પેનલના ૧૦થી વધુ ઉમેદવારો ડયુઅલ મેમ્‍બરશીપ ધરાવે છેઃ છતાં ‘સંસ્‍કાર' પેનલના ૪ ઉમેદવારો સામે એજ ડયુઅલ મેમ્‍મરશીપને આધાર બનાવી કલેકટરશ્રી સમક્ષ વાંધાઓ રજુ કરેલ છેઃ એક જ બેંકમાં ર વિદ્યાન, ર નિશાન અને ર પ્રધાન તેવી રીતે?, શું કાશ્‍મીરમાં હતું તે આર્ટીકલ ૩૭૦ મુજબ ‘‘સહકાર'' નામના સતાધિશોને કોઇ વિશેષ દરજ્‍જો મળેલ છે? વિબોધ દોશીનો ધમધમાટ

૨ાજકોટઃ ‘‘સંસ્‍કાર'' પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર શ્રી વિબોધ દોશીએ આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ આગામી તા.૧૪ ના સુનાવણી થશે તેમ જણાવ્‍યું છે. ડયુઅલ મેમ્‍મબરશીપ એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના મેમ્‍બર હોય અને અન્‍ય સહકારી બેન્‍કમાં મેમ્‍બરશીપ ધરાવતા હોય તે કારણથી ‘‘સંસ્‍કાર'' પેનલના સર્વશ્રી કલ્‍પક મણિઆર, મિહીર મણિઆર, હિમાંશુ ચિનોય તેમજ નિમીશ કેસરીયાના ઉમેદવારી પત્રો રદ થયેલ હતા.

રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના તમામ ૨૧ ડિરેકટરો માટે આગામી તા.૧૭ ના મતદાર યોજાવાનો સત્તાવાર કાર્યક્રમ અગાઉથી જાહેર થઈ ગયેલ છે. પરંતુ આ ચૂંટણીમાં અનેક પ્રકારના કાનૂની જંગ ફેલાઈ રહેલ છે જેનું મુખ્‍ય કારણ એ છે કે બેન્‍કમાં બધુ રિઅલ બેન્‍કિંગ પ્રમાણે ચાલતું અને બિનહરીફ ચૂંટણી થતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતથી અનેક કૌભાંડોની હારમાળા બહાર આવતી રહે છે. જેમાં કોઈ જ જાતના પગલા લેવાયા નથી અને બધુ છાવરવામાં આવે છે, જેથી ચૂંટણીની નોબત આવેલ છે. શ્રી કલ્‍પકભાઈ મણિઆરે પોતાની ડિરેકટર તરીકેની ફરજ બજાવીને આંતરિક રીતે છેલ્લા એકાદ વર્ષથી બેન્‍કના બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટીંગોમાં આધાર પૂરાવાઓ સાથે સતત હકિકતો રજુ કરેલ હતી.

શ્રી કલ્‍પક મણીયારે  રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયા સહિત અનેક સક્ષમ ઓથોરિટીઓ સમક્ષ બેન્‍કની આ ગંભીર બાબતે ધ્‍યાન દોરેલ છે. જેની નોંધ લઇ કાર્યવાહી પણ ચાલે છે. દરમ્‍યાનમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા બેન્‍કના હિત રક્ષકોએ સાથે મળીને શ્રી કલ્‍પક મણીયારના નેતળત્‍વમાં ચૂંટણી લડવાનું નકકી કરેલ. આ હિત રક્ષકોના મોટા સમુદાય માંહેથી ૧૫ ડેલીગેટોએ ઉમેદવારી પત્રો નોંધાવેલ. જેમાંથી ૧૧ માન્‍ય રહેલ છે. હાલમાં ‘‘સંસ્‍કાર'' પેનલના આ ૧૧ ઉમેદવારો તેમજ સંપૂર્ણ ‘‘સંસ્‍કાર'' પરિવારના સેંકડો કાર્યકર્તાઓ શ્રી કલ્‍પકભાઇના નેતળત્‍વમાં ચૂંટણી જીતવા માટે મતદારોને રૂબરૂ મળીને અપીલ કરી રહેલ છે. ચૂંટણીમાં ગુપ્ત મતદાન થવાનું હોવાથી ‘‘સંસ્‍કાર'' પેનલને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહયાનો વિબોધ દોશીએ દાવો કર્યો છે.

વિબોધ દોશી કહે છે, જે લોકો વર્ષોથી બેન્‍કમાં મુખ્‍ય સંચાલકો છે તેઓએ કૌભાંડમાં સંડોવાયેલા બેન્‍કના ઉચ્‍ચ અધિકારીઓ તેમજ લોન લેવામાં બહારના જે પાત્રોએ ભૂમિકા ભજવેલ છે તેની સામે કોઇ પગલા લેવાને બદલે છાવરવાનું કામ કર્યુ છે. આ જ સત્તાધારી જુથે ચૂંટણીમાં પણ આવુ જ અશોભનિય વર્તન દાખવેલ છે. નવાઈની વાત એ છે કે ‘‘સંસ્‍કાર'' પેનલના રદ થયેલા ચાર ઉમેદવારો ડયુઅલ મેમ્‍બરશીપ ધરાવે છે તેવો વાંધો સામૂહિક રીતે સહકાર પેનલના ૨૧ ઉમેદવારોએ ઉઠાવેલ હતો. વધુ નવાઈ વિચીત્રતા એ છે કે આ ૨૧ માંહેના ૧૦ થી વધુ ઉમેદવારો પોતે ડયુઅલ મેમ્‍બરશીપ ધરાવે છે. સહકાર પેનલ અને તેના નેતાઓ શું એવુ માને છે કે પોતાને આર્ટીકલ ૩૭૦ મુજબ જેમ કાશ્‍મીરને ભૂતકાળમાં વિશેષ દરજ્જો મળે તેઓ કોઈ દરજ્જો મળેલ છે ?. ભારતની સ્‍વાધિનતા પછી સાતેક દાયકાઓ સુધી કાશમીરમાં ૨ વિધાન, ૨ નિશાન અને ૨ પ્રધાન અમલમાં હતા. આવો કોઈ વિશેષ દરજ્જો વિશેષ દરજ્જો ‘‘સહકાર'' ના નામની માત્ર માળા જપનારાઓને મળેલ હોય તો જાહેર કરે. ભલુ થજોશ્રી મોદીજી તેમજ અમિતભાઇ શાહનું કે જેમણે ૫ ઓગષ્ટ ૨૦૧૯ ના આવા ખોટા અને વિશેષ દરજ્‍જાઓ કે જે સંપૂર્ણ રાષ્‍ટ્રને નુકશાન તમાળતા હતા તે રદ કરી દિધા.

અતિ અગત્‍યની અને ચોંકાવનારી હકિકતો એ છે કે નાગરિક બેન્‍કના હાલના ૩૩૨ ડેલીગેટો એટલે કે મતદારો માંહેથી ૮૦ થી વધુ ડયુઅલ મેમ્‍બરશીપ ધરાવે છે. એટલે કે ૮૦ થી વધુ લોકો વિજય બેન્‍ક, રાજ બેન્‍ક કે અન્‍ય સહકારી બેન્‍કોમાં પણ મેમ્‍બરશીપ ધરાવે છે. અત્રે કાનુની અને ન્‍યાયપૂર્ણ પ્રશ્ન એ છે કે આ ૮૦ ઉપરાંતથી જ વધુ ડેલીગેટો માંહેથી માત્ર ૪ ડેલીગેટો એટલે કે ‘‘સંસ્‍કાર'' પેનલના રદ થયેલા કલ્‍પક મણિયાર સહિતના ઉમેદવારોને ડયુઅલ મેમ્‍બરશીપ શા માટે લાગુ પડે? ૧૦ ઉમેદવારો અને બાકીના ડેલીગેટો એટલે કે કુલ મળીને ૮૦ ઉપરાંતના ડેલીગેટો ડયુઅલ મેમ્‍બરશીપના કારણે સત્‍વરે રદ થવા જોઈએ તેવી સ્‍પષ્ટ વાત શ્રી વિબોધ દોશીએ જણાવેલ છે.

શ્રી મિહીર મણિઆર દ્વારા રાજકોટ કલેકટરશ્રીને આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ જરૂરી હાઈકોર્ટની નોટીસ તેમજ અન્‍ય કાયદાકીય લેખિત અરજીઓ કરી દીધેલ છે. જેમાં શ્રી હિમાંશુ ચિનોઈ, નિમીશ કેસરીયા, કલ્‍પક મણિઆર તેમજ મિહીર મણિઆરના ઉમેદવારી પત્રોની માન્‍યતા અંગે કાયદાકીય હકિકતો દર્શાવાયેલ છે. તેમ પણ ‘સંસ્‍કાર' પેનલ પરીવારના કો-ઓર્ડીનેટર વિબોધ દોશી (મો.૯૪૨૮૨ ૦૬૦૬૦) અને મિડીયા ઇન્‍ચાર્જ રસિક નકુમે (મો.૯૭૩૭૦ ૦૭૪૭૪) જણાવ્‍યું છે.

(4:27 PM IST)