<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શ્રી કોલોનીમાં એકટીવામાં ટીંગાડેલા રોકડ - દાગીના સાથેના પર્સની ચોરી કરનાર બીમલ રાઠોડ પકડાયો

માલવીયાનગર પોલીસના હેડકોન્‍સ જયદેવસિંહ પરમાર અને કોન્‍સ મનીષભાઇ સોઢીયાની બાતમીઃ અમરનગર બગીચા પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૧૨: મવડીમાં શ્રી કોલોની પાસે પાર્ક કરેલા એકટીવામાં ટીંગાડેલા રોકડ, દાગીના અને મોબાઇલ સાથેના પર્સની ચોરી કરનારા શખ્‍સનો માલવીયાનગર પોલીસે બાતમીના આધારે અમરનગરના બગીચા પાસેથી ઝડપી લીધો છે.  મળતી વિગત મુજબ દેવપરા ભવાની ચોક પાસે વૃંદાવન સોસાયટી શેરી નં. ૧ માં રહેતા પ્રીતેષભાઇ ભગવાનજીભાઇ કોટક (ૈઉ.વ. ૪૩) ગત તા. ૪ ના રોજ પત્‍ની ફોરમ બેન બંને એકટીવામાં પર્ણકુટી પોલીસ ચોકીની સામે શ્રી કોલોની શેરી નં. ૧ માં રહેતા માતાના બહેનપણી રેણુકા બેનના ઘરે ગયા હતા. અને એકટીવા ે તેના ઘરપાસે પાર્ક  કર્યુ હતું. અને પત્‍ની ફોરમબેને પોતાનું રૂા. ૬ હજાર રોકડા, મોબાઇલ તથા સોનાની બુટી, ચાંદીની કડલી અને સાંકળા સાથેનું પર્સ એકટીવાના હુકમાં ટીંગાડેલુ હતું.  બાદ બંને રેણુકાબેનને મળીને ઘરની બહાર આવતા એકટીવામાં ટીંગાડેલુ પર્સ જોવા ન મળતા અજાણ્‍યો શખ્‍સ પર્સ ચોરી ગયો હોવાનું જણાતા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી.

આ બનાવમાં માલવીયાનગર  પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એ.સિન્‍ધી સહિત ના સ્‍ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી દરમ્‍યાન અમરનગરના બગીચા પાસે એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની હેડ કોન્‍સ જયદેવસિંહ પરમાર તથા કોન્‍સ મનીષભાઇ સોંઢીયા ને બાતમી મળતા (ઉ.વ. ૩૯)  (રહે. ચંદ્રેશનગર શેરી નં. ૯ મવડી રોડ) ને પકડી લઇ રૂા. ૫૪ હજારની માલમતા સાથેનું ચોરાઉ પર્સ કબ્‍જે કર્યુ હતું.  પોલીસની પૂછપરછમાં બીમલ એક પાર્સલ કંપનીમાં ડીલેવરી બોય તરીકે કામ કરે છે. દીવાળીની રજા હોઇ અને એક માસનો પગાર થયો નહોઇ તેથી તેને પૈસાની જરૂર હોવાથી તેણે આ પર્સની ચોરી કર્યાનું રટણ કરી રહ્યો છે. આ કામગીરી આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એસ. એ. સિન્‍ધી, એ. એસ. આઇ. હીરેનભાઇ પરમાર, હેડ કોન્‍સ અજયભાઇ વિક્રમા, જયદેવસિંહ પરમાર, હિતેષભાઇ અગ્રાવત કોન્‍સ ભાવેશભાઇ ગઢવી,  મનીષભાઇ સોઢીયા, મયુરદાનભાઇ બાટી, જયદીપસિંહ ભટ્ટી, ચીત્રકેતુસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. (૩. ૧૨)

(4:36 PM IST)