<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

કરણપરામાં હોમ એપ્‍લાઇન્‍સીસના શોરૂમમાં આગ

આગમાં ગેસના ચુલા, મીક્ષ્ચર, ઇલેકટ્રીક સગડી, ચીમની કુકર, એસી, ફ્રીઝ, કોમ્‍પ્‍યુટર સહિતનો માલ સામાન સળગી ગયો

રાજકોટઃ કરણપરા શેરી નં. ર૯/૩૯ ના ખુણે આવેલા પારેખ ટ્રેડીંગ કંપની નામના હોમ એપ્‍લાઇન્‍સીસના શોરૂમમાં રાત્રે એકાએક  આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી, બનાવ બનતા શોરૂમના મેનેજર મહેન્‍દ્રસિંહે જાણ કરતા ફાયરબ્રિગેડના સ્‍ટેશન ઓફીસર  ધીરેન્‍દ્રસિંહ, ફાયરમેન પંકજભાઇ ટાંક, અવીનાશભાઇ, રોહીતભાઇ, મેહુલભાઇ, ભુપતભાઇ, ધ્રુવભાઇ, ડ્રાઇવર રામભાઇ તથા આદીલભાઇ સહિત એક ફાયર ફાયટર તથા એમ્‍બ્‍યુલન્‍સ સાથે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી આગમાં ગેસના ચુલા, મીક્ષ્ચર, ઇલેકટ્રીક સગડી, ચીમની કુકર, એસી, ફ્રીઝ અને કોમ્‍પ્‍યુટર બળી ગયા હતા. આગ કયા કારણોસર લાગી અને તેમા થયેલ નુકશાની અંગે તપાસ થઇ રહી છે.

(2:28 PM IST)