<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ટપાલ ટીકીટ ભુતકાળને વર્તમાન સાથે જોડે છેઃ ડાક ટીકીટ ‘નનહા રાજદુત' કહેવાય છેઃ કૃષ્‍ણકુમાર

પોસ્‍ટલ દ્વારા દીનદયાળ સ્‍પર્શ શિષ્‍યવૃતિ યોજના શરૂઃ ધો. ૬ થી ૯ ના બાળકોને વાર્ષિક ૬ હજાર શિષ્‍યવૃતિ

રાજકોટઃ તા. ૧૩ નવેમ્‍બર-સરકારના ડાક વિભાગ દ્વારા ડાક ટીકીટ સંગ્રહ અથવા ફિલાટેલી ક્ષેત્રમાં અનેક નવા પગલા લેવામાં આવી રહયા છે. તેનો ઉદેશ્‍ય ડાક ટીકીટના માધ્‍યમથી બાળકોના સર્જનાત્‍મકતાના વિકાસની સાથે સાથે બાળકોને વિવિધ સમકાલીન વિષયો, ધટનાઓ, દેશના વ્‍યકિતત્‍વો, જૈવ વિવિધતા વગેરેથી પરિચિત કરવાનો છે. રાજકોટ પરિક્ષેત્રના પોસ્‍ટ માસ્‍તર જનરલશ્રી કૃષ્‍ણકુમાર યાદવે સેન્‍ટ પોલ સ્‍કુલના રજતજયંતી વર્ષ નિમિતે વિશેષ આવરણનું વિમોચન કરતી વખતે ઉપરોકત વિચારો વ્‍યકત કર્યા હતાં. પોસ્‍ટમાસ્‍ટર જનરલશ્રી કૃષ્‍ણકુમાર યાદવે કહયું કે ડાક ટીકીટ ભુતકાળને વર્તમાન સાથે જોડે છે. ડાક ટીકીટને ‘નનહા રાજદુત' કહેવામાં આવે છે. જે વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે અને સંસ્‍કૃતિ, પરંપરા અને વારસાથી પરિચિત કરાવે છે. દરેક ડાક ટીકીટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડાવાની જરૂર છે. આજ શ્રેણીમાં એક નવી પહેલ તરીકે ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી કલબ ખોલી રહયું છે. જેથી વિધાર્થીઓમાં ડાક ટીકીટ સંગ્રહ કરવાની રૂચી વિકાસ પામે તેનાથી વિધાર્થીઓના શિક્ષણમાં પણ ફાયદો થશે. ડાક ટીકીટ સંગ્રહ (ફિલાટેલી) ને શિક્ષણ પ્રણાલીની મુખ્‍ય ધારામાં લાવવા અને પ્રોત્‍સાહન આપવા માટે ડાક વિભાગ દ્વારા વર્ગ ૬ થી ૯ સુધીના બાળકો માટે વાર્ષિક ૬૦૦૦ રૂપિયાનો લાભ આપતી ‘દિનદયાળ સ્‍પર્શ શિષ્‍યવૃતિ યોજના' શરૂ કરવામાં આવી છે.

 આ તકે સ્‍કુલના પ્રિન્‍સીપાલ શ્રીફાધર જેમ્‍સે પ્રાસંગિક ઉદબોધન આપ્‍યું હતું. કાર્યક્રમમાં રાજકોટ મંડળના ડાકધર પ્રવર અધિક્ષકશ્રી એસ.કે.બુનકર, સીનીયર પોસ્‍ટ માસ્‍ટરશ્રી અભિજીતસિંહ અને સેન્‍ટ મેરી સ્‍કુલના પુર્વ પ્રિન્‍સીપાલ ફાધન બિનોય પણ ઉપસ્‍થિત રહયા હતાં.

(2:51 PM IST)