<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રાજકોટમાં પહેલી વાર એસી હોલમાં સર્કસ

૨૫ ફૂટની ઉંચાઈએ હેંગીગ કરતબો : લાઈટીંગ્‍સને લીધે દર્શકો બધી જ બાબતો સ્‍પષ્‍ટ નજીકથી જોઈ શકે છે : સરગમ સંચાલિત હેમુ ગઢવી એસી હોલમાં મણીપુરી કલાકારો દ્વારા અદ્વિતીય કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન

રાજકોટ : વર્ષો સુધી સર્કસ તંબુઓમાં યોજાતા હતા હવે પહેલીવાર રાજકોટના સરગમ સંચાલિત હેમુ ગઢવી એસી હોલમાં ફિનિક્‍સ સર્કસ શરૂ થઈ ગયુ છે. મહારાષ્‍ટ્રથી આવેલા સર્કસની ટીમમાં મણિપુરી આયોજિત સર્કસના કલાકારોએ પોતાના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો વર્ણવી છે.

મણિપુરની યુવતી રોશની છેલ્લા ૧૫ વર્ષથી સર્કસમાં સ્‍ટંટ વુમન છે. ૧૧ ઇંચ લાંબા અને ૬૦૦ ગ્રામ વજનના લોખંડના ૬ અને પછી માત્ર ૩ ચાકુ પર સૂઈ જાય છે, શરીર સંતુલિત કરે છે.

આ સ્‍ટન્‍ટમાં તેના પર વધુ વજન મૂકાય છે ત્‍યારે જોનારા દંગ થઇ જાય છે. તે કહે છે કે, સર્કસમાં ૧૧ ઇંચના આ ચાકુ પર સુવા માટે વર્ષોની તાલીમની સાથે, હિંમત પણ જોઇએ. તેની સાથે આ સ્‍ટંટ કરવાથી અન્‍ય કલાકારોના શરીરે ગળા અને છાતી જેવા નાજુક ભાગે પણ થા છે. જે આજીવન રહેશે. સ્‍ટન્‍ટ કરતાં કલાકારોએ ગળાના ભાગના ચાકૂના થા બતાવ્‍યાં હતા.

અન્‍ય એક સ્‍ટન્‍ટમેન ૩૫ વર્ષીય સુરજિત એક્રોબેટિક્‍સ સ્‍ટન્‍ટ કરે છે. તે કહે છે કે, સર્કસમાં કામ કરતાં ફિટનેસ જ સર્વસ્‍વ છે. આ માટે દરરોજ બે કલાક ફિટનેસ માટે કસરત કરવી પડે છે. આમ છતાં સર્કસમાં એસીની ઠંડક, ઓછી ઊંચાઇ અને સંગીતથી સ્‍ટંટ સરળ થયાં છે.

આ ઉપરાંત લાઇટિંગ્‍સને લીધે પણ બધી જ બાબતો સ્‍પષ્ટ દર્શકો નજીકથી જોતાં જવાબદારી વધી છે. સભાગળહોમાં થતાં સર્કસમાં મશ્‍કરા(જોકર)ના પરફોર્મન્‍સ હોય કે સાહસના કારનામા દર્શકોનું રિએકશન કે પ્રસંશા તુરંત જ દેખાઈ જતી હોય છે.  સર્કસના મોટા ભાગના કલાકારોએ ખોરાકમાં તેલ અને મસાલા ઓછા લઈએ છે અને અઘરી ગણાતી કસરત અને યોગ-આસનો કેટલોક સમય કરીએ છીએ તેમ જણાવ્‍યું હતું.

સર્કસમાં જોકર કે મશ્‍કરાના પાત્રનું વિશેષ આકર્ષણ હોય છે. અહીં એક દાયકાથી ચાર્લી-ચેપ્‍લિનનો રોલ કરતાં ગોપાલ ઘોષે કહ્યું કે, ઘરે ગરીબી હોવાથી ૪થા ધોરણમાં ભણતો હતો. ત્‍યારે જ સર્કસમાં કામ કરવા જોડાઇ જવું પડયું. પિતા પણ સર્કસમાં જ હતા. પણ નાની વયે તેઓ અમને કાયમ માટે છોડીને ચાલ્‍યાં ગયા. મેં પિતાજીની જેમ જોકર બનવાનું નક્કી કર્યું પણ મને સ્‍વતંત્ર શૈલી ઊપજાવવી પડી. કારણ કે હું તેમના જેવો બટકો ન હતો. કેટલાકની વય વધુ હોવાથી વિવિધ કરતબ કરી શક્‍તા નથી.

સર્કસને પ્રોત્‍સાહન સૌથી વધુ મહારાષ્‍ટ્રમાં છે, ગુજરાત બીજા ક્રમે છે.

સર્કસના સંચાલક રાજુભાઈ બરડેએ કહ્યું કે, આજે સર્કસ જોવાનો ક્રેઝ ભારતમાં સૌથી વધુ મહારાષ્‍ટ્રમાં છે. ગુજરાતનો ક્રમ બીજો છે. અમારા જેવા લોકોને બોલાવીને રોકાણ કરનારા પણ ગુજરાતમાં સૌથી વધુ છે. જોકે આ ઉદ્યોગમાં કામ કરનારા લોકો મણિપુરના સૌથી વધુ છે. આજે આ કલા-ઉદ્યોગને પ્રોત્‍સાહનની જરૂર છે. સરકાર જ તેને જીવાડી શકે તેમ છે.

સુપ્રસિદ્ધ શો ઓર્ગેનાઈઝર સુરતના શ્રી મહેન્‍દ્રભાઈ શાહ આ અદ્દભૂત ફોનિકસ સર્કસ રાજકોટના સરગમ સંચાલિત હેમુ ગઢવી એસી ઓડીટોરીયમમાં લાવ્‍યા છે. દિવસના ૩ શો બપોરે ૩:૩૦, સાંજે ૬:૩૦ અને રાત્રે ૯:૩૦ વાગ્‍યે યોજાઈ રહ્યા છે.

લોકો ખૂબ પ્રેમથી એસી હોલમાં સૌ પ્રથમ વખત સર્કસની મોજ માણી રહ્યા છે. આપ પણ બાળકો સાથે સહપરિવાર સાથે અચૂક ફિનીકસ સર્કસની મોજ માણી શકો છો. વિશેષ

સંપર્કઃ ૯૮૨૫૧ ૨૦૫૮૩.

(2:56 PM IST)