News of Wednesday, 13th November 2024
વડાપ્રધાન શાળા યોજનાઃ તત્કાલીન કલેકટરના પત્નીએ દતક લીધેલી સ્કૂલમાં બેન્ચનો અભાવઃ કુલ ૧પ સ્કૂલની સમીક્ષા કરતા કલેકટરઃ દરેક સ્કૂલમાં રમતના મેદાનો માટે આદેશો

રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષપદે ગઇકાલે વડાપ્રધાન શાળા યોજના સંદર્ભે ૧પ સ્કૂલના આચાર્યો-શિક્ષણના અધીકારીઓને બોલાવાયા હતાઃ તેમાં આણંદપરની સ્કૂલમાં ર૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ૩૦ બેન્ચ હોય કલેકટર ચોંકી ઉઠયા હતાઃ આ સ્કૂલ રાજકોટના તત્કાલીન કલેકટરના પત્નિએ દતક લીધેલી છેઃ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાનું બહાર આવ્યું હતું: કલેકટરે સમીક્ષા બાદ રમત ગમતના મેદાનો બનાવવા આદેશો કર્યા હતાઃ તો કેન્દ્રિય વિદ્યાલયને ટેનીશ કોર્ટ બનાવવા તથા અન્યોને સર્વે કરી રીપોર્ટ કરવા સૂચના આપી હતી.
(2:57 PM IST)










