<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

‘સુવર્ણ ભૂમિ' : પ.પૂ. જલાબાપાની ભકિતમાં ભાવિકો તરબોળ બન્‍યા

અકિલા દૈનિક પરિવાર-ગણાત્રા પરિવાર નિર્મિત પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ સતત ગૂંજતો રહ્યો : પવિત્ર વાતાવરણમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટીઓ, અગ્રણી ઉદ્યોગપતિ મનોહરભાઇ બાબરીયા, ભાજપ હોદ્દેદારો મહેશભાઇ રાઠોડ, હરેશભાઇ કાનાણી, લીલુબેન જાદવ, કિરણબેન માકડીયા, વિનુભાઇ સોરઠીયા વિગેરેએ પૂ. જલારામ બાપાના આશીર્વાદ લીધા : ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, બુંદી, ગાંઠીયા, છાશ, સલાડ, પાપડના પ્રસાદ સાથે સેંકડો ભાવિકોએ ધન્‍યતા અનુભવી ;‘સુવર્ણ ભૂમિ' પરિસરના સાત વિંગના કુલ ૩૯ર ફલેટસના તમામ સભ્‍યોએ હળીમળીને ભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરી : હૈયેહૈયું દળાય તેવો ‘મિનિ વીરપુર' જેવો માહોલ સર્જાયો : સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ‘સુવર્ણ ભૂમિ' પરિવાર દ્વારા અલૌકીક-પ્રેરણાદાયી આયોજન

વિશ્વ વંદનીય પ.પૂ.શ્રી જલરામ બાપાની રરપ મી જન્‍મજયંતિની ‘સુવર્ણ ભૂમિ' પરિસર દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ટ્રસ્‍ટીઓશ્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, ડો. પરાગભાઇ દેવાણી, સુવર્ણ ભૂમિ સોસાયટીના કાર્યદક્ષ પ્રમુખ શ્રી મનિષભાઇ ઠક્કર, સામાજીક અગ્રણીઓશ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, દિપકભાઇ ઉંઘાડ (ડીસીપી), પીયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, ધરમભાઇ પોપટ, પ્રિન્‍સભાઇ મણીયાર, પ્રફુલભાઇ કાનાબાર સહિતના મહાનુભાવોએ પ.પૂ. જલારામ બાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. સુવર્ણ ભૂમિ પરિવાર દ્વારા મહાનુભાવોનું ભાવભર્યુ સ્‍વાગત કરાયું હતું તથા ઉપસ્‍થિત સૌ કોઇએ પવિત્ર  અને ધર્મમય વાતાવરણમાં શ્રધ્‍ધા -આસ્‍થાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો જે દૃશ્‍યમાન થાય છે. ‘જય જલીયાણ'ના નાદ સતત ગૂંજતા રહ્યા હતા.

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ ખાતે ‘સુવર્ણ ભૂમિ' ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલ પ્રિમિયમ અને નમૂનારૂપ પરિસર ‘સુવર્ણ ભૂમિ'  સોસાયટી દ્વારા વિશ્વ વંદનીય પ.પૂ. જલારામબાપાની રરપ મી જન્‍મજયંતિની અનેરા ઉત્‍સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરિસરના સાતેય વિંગના કુલ ૩૯ર ફલેટસના તમામ સભ્‍યોએ હળીમળીને ખુબ જ ભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરી હતી. પૂ. જલાબાપાની ભકિતમાં ભાવિકો રીતસર તરબોળ બની ગયા હતા. હૈયેહૈયું દળાય તેવો ‘મિનિ વીરપુર'   જેવો માહોલ સર્જાયો હતો. નાના-મોટા સૌ કોઇ શ્રધ્‍ધા-આસ્‍થા સાથે પૂ. શ્રી જલારામ બાપાની ભકિતમાં લીન બન્‍યા હતા અને અન્નકુટ, મહાઆરતીનો લ્‍હાવો લીધો હતો. વાતાવરણ એકદમ ધર્મમય અને પવિત્ર બની ગયું હતું.

અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ટ્રસ્‍ટીઓ શ્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, ડો. પરાગભાઇ દેવાણી, અગ્રણી ઉદ્યોગપતિશ્રી મનોહરભાઇ બાબરીયા, સુવર્ણ ભૂમિ સોસાયટીના પ્રમુખ શ્રી મનિષભાઇ ઠક્કર, શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી મહેશભાઇ રાઠોડ, શહેર ભાજપ મંત્રી શ્રી હરેશભાઇ કાનાણી, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, કોર્પોરેટર શ્રી વિનુભાઇ સોરઠીયા, વોર્ડ પ્રમુખ શ્રી મહેશભાઇ પીપળીયા મહામંત્રીશ્રી મુળુભાઇ ઓડેદરા, ભાજપ અગ્રણી શ્રી ફર્નાન્‍ડીસભાઇ પાડલીયા, સામાજીક અગ્રણીઓશ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, દિપકભાઇ ઉંધાડ (ડીસીપી), પીયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી સહિતના મહાનુભાવોએ પૂ. જલારામ બાપાના આશીર્વાદ લઇને ધન્‍યતા અનુભવી હતી.

ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, બુંદી, ગાંઠીયા, છાશ સલાડ, પાપડના પ્રસાદનો સેંકડો ભાવિકોએ ભાવપૂર્વક લાભ લીધો હતો. વડીલો-મુરબ્‍બીશ્રીઓ માટે ટેબલ-ખુરશી સહિતની આરામદાયક-અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી દરમ્‍યાન અકિલા દૈનિક પરિવાર-ગણાત્રા પરિવાર નિર્મિત પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ સતત ગૂંજતો રહ્યો હતો. અકિલા દૈનિકના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા અને યુવા ઉદ્યોગપતિશ્રી હિરેનભાઇ સુબાની પરિકલ્‍પના અને માર્ગદર્શનમાં પાવન આરતી તૈયાર થયેલ છે. પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતી વિશ્વ પ્રસિધ્‍ધ ગાયક ઓસમાણ મીરના ગરવા કંઠે ગવાયેલી છે અને આરતીનું સંગીત ગુજરાતી ફિલ્‍મોની જાણીતી સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવે આપ્‍યું છે. લેખક તરીકે જાણીતા યુવા કવિ શ્રી મિલિન્‍દ ગઢવી છે અને વિડીયો કૂટેજ જાણીતા દિગ્‍દર્શકશ્રી વિરલ રાચ્‍છના માર્ગદર્શનમાં શૂટ કરાયા છે. નૈનેશ બુટી, ધ્‍વનિબેન સુખડીયા, શ્રી નિલેશ ઠાકર વિગેરેનો પણ ઉપયોગી સહયોગ પ્રાપ્ત થયો છે.

‘હમ સાત સાથ હૈ' ના સૂત્રને સાર્થક કરતા સુવર્ણભૂમિ સોસાયટીના તમામ સભ્‍યો ગણપતિ ઉત્‍સવ, નવરાત્રી, દિવાળી, જન્‍માષ્ટમી, સ્‍વાતંત્ર્યતા દિવસ, જલારામ જયંતિ સહિતના વિવિધ તહેવારો હળીમળીને, ઉત્‍સાહપૂર્વક, ઉમળકાભેર અને શિસ્‍તબધ્‍ધ રીતે ઉજવી રહ્યા છે જેને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સુવર્ણભૂમિઁ પરિસરે એક આગવી ઓળખ ઉભી કરી છે.

પ.પૂ. જલારામબાપાની ર૨૫મી જન્‍મ જયંતિની અલૌકીક -પ્રેરણાદાયી ઉજવણીને સફળ બનાવવા સુવર્ણ ભૂમિ સોસાયટીના કાર્યદક્ષ પ્રમુખશ્રી મનીષભાઈ ઠકકર સહિતના સુવર્ણભૂમિ પરિવારના સભ્‍યો શ્રી હિતેષભાઈ વિઠ્ઠલાણી, પ્રદિપભાઈ દત્તાણી, ડો. ચિરાગભાઈ ગાંધી, રાકેશભાઈ તન્ના, ધર્મેન્‍દ્રભાઈ તન્ના, જલ્‍પેે શભાઈ ભીમજીયાણી, રાજુભાઈ લાલચેતા, મિતેષભાઈ (મોન્‍ટુભાઇ) રૂપારેલ, અમિતભાઈ સચદેવ, દિપકભાઈ ઉંઘાડ (ડીસીપી), અલ્‍પેશભાઈ રૂપારેલીયા, કુલદિપભાઈ પુજારા, વિજયભાઈ મણીયાર, ધરમભાઈ પોપટ, ચુનીલાલભાઈ કલોલા, જયનીશભાઇ બુધ્‍ધદેવ, રાકેશભાઈ સોજીત્રા, નટવરભાઈ બુટાણી, શ્રીક્રાંતભાઈ સેજપાલ, વિજયભાઈ નોંધાવાદરા, નિલેશભાઈ ઠુંમર, શીરીષભાઈ તન્ના, ચિરાગભાઈ પટેલ, નિલેશભાઈ વિરડીયા, સમીરભાઇ ચંદે, દિપકભાઈ બુધ્‍ધદેવ, ભરતભાઈ ધનેશા, હરીકળષ્‍ણભાઈ ભોજાણી, પરેશભાઈ તન્ના, હર્ષદભાઈ કણજારા, જયેષ્‍ઠારામભાઈ ચતવાણી, મેહુલભાઈ જનાણી, સચીનભાઈ જોબનપુત્રા, સુકેતુભાઈ ગણાત્રા, કશ્‍યપભાઈ ઉનડકટ, નિલેશભાઈ શીરોદરીયા, ડો. પરાગભાઈ દેવાણી, જગદીશભાઈ તન્ના, ભૂષણભાઈ અઢીયા, વિનોદભાઈ કણસાગરા, ગોવિંદભાઈ હિન્‍ડોચા, પ્રદીપભાઈ મણીયાર, ભાવિનભાઈ રૂઘાણી, મનિષભાઈ સોઢા, રતિલાલભાઈ ઠુંબર, કમલેશભાઈ પાઉં વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:53 PM IST)