News of Wednesday, 13th November 2024
ઓલ ઇન્ડિયા કેમીસ્ટ એસો.ના પૂર્વ પ્રમુખ અને રાજકોટ દવાબજારના ભીષ્મ પિતામહ ગણાતા જૈન અગ્રણી પ્રતાપભાઇ દોશીનું દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટ : જૈન અગ્રણી અને ધર્માનુરાગી પ્રતાપરાય અનોપચંદ દોશી (ઉ.વ.૯૬), તે સ્વ. તરૂબેન જયંતભાઇ મહેતા, શ્રીમતી શોભનાબેન ભરતભાઇ દોશી, શ્રીમતી સુજાતાબેન પરેશભાઇ શેઠ, સ્વ. પુનિતાબેન બકુલભાઇ શેઠ અને ભાવેશભાઇના પિતાશ્રી, શ્રીમતી શીતલબેનના સસરા તથા માનસી, રિયા, રિચાના દાદા, તે સરવીન હેલ્થ કેર પ્રા. લિ.ના ચેરમેન તા. ૧૩ બુધવારના નવકાર મંત્રનું સ્મરણ કરતાં અરિહંતશરણ પામેલ છે. સદ્્ગતનું ઉઠમણું તા. ૧૪ ગુરૂવારના બપોરના ૪.૩૦ વાગે, શ્રી મણીભદ્ર આરાધના ભવન (શ્રી મણિયાર જિનાલય), ચૌધરી હાઇસ્કુલ સામે, ટેમ્પટેશનની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. સ્વ.પ્રતાપભાઇ દોશી (પ્રતાપકાકા) ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (એઆઇઓસીડી) ના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા હતાં. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટસ ફેરેશનના પણ ૧૪ વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. દવાબજારના ભીષ્મ પિતામહના દુઃખદ અવસાનથી દવા બજારને મોટી ખોટ પડી છે.
(4:28 PM IST)










