News of Wednesday, 13th November 2024
બીશપ હાઉસ પીપીપી આવાસ યોજના અંગે વિજીલન્સ તપાસ શરૂ
પૂર્વ ધારાસભ્યની ફરીયાદ પરથી ધમધમાટઃ મ્યુનિ. કમિશનરનો આદેશઃ અગાઉ ૧૯૪ ફલેટ તૈયારઃ બાકી ૩૦૦ આવાસમાં તપાસ કરવા રજૂઆત કરાઇ હતી

રાજકોટ તા. ૧૩ :.. મહાનગરપાલિકા દ્વારા ઝુપડપટ્ટી પૂનઃ વિકાસ અને પૂનર્વસન માટે ઝુપડપટ્ટી હોય તેવા વિસ્તારોમાં પીપીપી ધોરણે આવાસયોજના બનાવવાનો પ્રોજેક્ટ ઘણા સમયથી શરૂ કર્યો છે.પરંતુ સોનાનીલગડી જેવી જમીનોને બિલ્ડરોને તાસમાં ધરી દેવાની આ યોજના હોવાનું પણ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જ કાલાવડ રોડ ઉપર બીશપ હાઉસની સામે આવેલ ઝુપડપટ્ટીઓનું પૂનઃ વર્સન કરવા માટે પીપીપી ધોરણે આવાસ યોજના ચાલુ કરવામાં આવેલ જેમાં ૨૦૦ ફલેટ તૈયાર થઈ ગયા છે. અને ૩૦૦નું કામ હજુ બાકી છે. ત્યારે ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર દ્વારા આ યોજનાની તપાસ કરવાની રજૂઆત તંત્રને કરતા મ્યુનિ. કમિશનર દ્વારા આવાસ યોજના પ્રકરણની વીજીલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા સિધ્ધાર્થ પરમારને પાઠવેલ પત્રમાં અરજીના મુદ્દા નં. ર ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ નં. ૧૧ના રેવન્યુ સર્વે નં. ૧૨૩ પૈકી ટી.પી. સ્કીમ નં. ૫ (નાનામવા) એફ.પી. નં ૯૫ તથા ૨૮૮ પર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગળહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ઝુપડપટ્ટી પુનઃવિકાસ અને પુનઃવસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી/૧૦૨૦૧૩/૭૮૩/ તા. ૧૮/જૂલાઇ૨૦૧૩ થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.૧૪/૦૨/૨૦૨૨ના રોજ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે.
અરજીના મુદ્દા નં. ૩ ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ નં. ૧૧ના રેવન્યુ સર્વે નં. ૧૨૩ પૈકી ટી.પી. સ્કીમ નં. ૫ (નાનામવા) એફ.પી. નં ૯૫ તથા ૨૮૮ પર રાજ્ય સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી ગળહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ઝુપડપટ્ટી પુનઃવિકાસ અને પુનઃવસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી/૧૦૨૦૧૩/૭૮૩/થી તા. ૧૮/૦ જૂલાઇ /૨૦૧૩ થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.૧૪/ ફેબ્રુઆરી /૨૦૨૨ના રોજ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે. આપના પત્રમાં જણાવેલ છે કે, આપની માંગણી મુજબ વિજિલન્સ તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.
(4:29 PM IST)










