News of Wednesday, 13th November 2024
યુપીના વિશ્વપદ યાત્રીશ્રી અવધ બિહારી લાલની ટીમ રાજકોટમાં: કલેકટર દ્વારા સ્વાગત-અભિવાદન
વિશ્વના ૧૧ દેશોમાં ૪ લાખ કિ.મી.થી વધુનો પ્રવાસ કરી શાંતિ, પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચાડયો

રાજકોટ તા.૧૩: ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિશ્વ શાંતિ અર્થે વિશ્વપદ યાત્રીશ્રી અવધ બિહારી લાલની ટીમ વિવિધ રાજ્યોના પ્રવાસાર્થે પરિભ્રમણ કરતા રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમનું કલેકટર શ્રી પ્રભવ જોશીએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. અહીં તેઓ તા. ૧૪ સુધી રોકાણ કરી છાત્રો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે કાર્યક્રમો યોજી જનકલ્યાણકારી યોજનાઓનો પરામર્શ કરશે. ઉત્તરપ્રદેશના લખીમપુરના શ્રી અવધ બિહારી લાલ દ્વારા વર્ષ ૧૯૮૦ માં વિશ્વશાંતિ વિશ્વપદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ તેમની ટીમમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્રપ્રતાપ,ગોવિંદ નંદ સહીત ૨૦ સભ્યોની ટીમ કાર્યરત છે.
રાજકોટ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં પર્યાવરણ બચાવ, પ્રદુષણ નિયંત્રણ, વન સંરક્ષણ, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાઓ-બેટી પઢાઓ સહીત લોકકલ્યાણ અર્થે કલ્યાણકારી યોજનાઓ જનજાગળતિ અર્થે સહભાગી બનશે
(4:17 PM IST)










