News of Wednesday, 13th November 2024
વિધાનસભા-૭૧ના કાર્યકર્તાઓ અને હોદેદારોનું આવતીકાલે સ્નેહ મિલન

રાજકોટ તા. ૧૩: શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડીયાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓમાં પરસ્પર પારિવારીક ભાવના વિકસે તેવા ઉમદા આશયથી દર વર્ષે તોહમિલનના વિધાનસભાવાઈઝ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
જે અંતર્ગત આવતીકાલે તા. ૧૪ના ગુરૂવારે રોજ સાંજે ૫.૩૦ કલાકે સેફોન પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કટારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે વિધાનસભા-૭૧ ના કેબીનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દ્વારા તોહમિલનનો કાર્યક્રમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તેમજ અલ્પેશભાઈ ઢોલરીયાની પ્રેરણાદાયી અઘ્યક્ષતામાં રાખવામાં આવેલ છે. આ તોહમિલનના કાર્યક્રમમાં વિધાનસભા-૭૧ ના તમામ શ્રેણીના હોદેદારો અને કાર્યકર્તાઓને હાજર રહેવા શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડીયાએ તોહભર્યું નિમંત્રણ પાઠવેલ છે.
(4:35 PM IST)










