<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

મામા - ભાણેજ કે સત્તાનો કોઈ મુદ્દો નથી : વિચારધારાનો વિવાદ

નાગરીક બેંક ડિરેકટરોની ચૂંટણીમાં માત્ર રાજકોટના ૧૩ ઉમેદવારો માટે રાજકોટ વિસ્‍તારના ૧૯૬ મતદારો જ મત આપી શકશેઃ દસ લાખથી વધુ લોકોના હિતરક્ષક તરીકેની જવાબદારી કલ્‍પક મણિયાર નિભાવતા જ રહેશે : વિબોધ દોશી : કલેકટર શ્રીની લેખીત સૂચના મુજબ માત્ર રાજકોટના વિસ્‍તારના ૧૯૬ મતદારો રાજકોટના ૧૩ ઉમેદવારો માટે મત આપી શકશે : રાજકોટ અને બહારગામના તમામ ૩૩૨ મતદારો ર અનામત મહિલા ઉમેદવારોને મત આપી શકશે, સંસ્‍કાર પેનલના એક મહિલા સહિત દસ જનરલ કેટગરીના ઉમેદવારો તેમજ ૧ મહિલા અનામત ઉમેદવાર એમ કુલ ૧૧ ચૂંટણી જંગમાં કલ્‍પક મણિઆર સહિતના ૪ ઉમેદવારો અંગેનો આજે ગમે તે ઘડીએ ચુકાદો : સંસ્‍કાર પેનલના ચૂંટણી નિશાન ડાયમંડ (હીરો), માઈક કે નાસ્‍પતિમાથી કોઈ એક કલેકટર શ્રી ફાળવશે વિબોધ દોશી : જયોતિન્‍દ્ર મામા કૌભાંડી અંગે પોતાનાથી (કલ્‍પક મણીયારથી) અલગ વલણ ધરાવે છે એટલા પુરતો મતભેદ છે : બાકી કોઈ મનભેદ નથી : મામા - ભાણેજ વચ્‍ચેના અંગત - પારિવારીક સંબંધો સારા છે અને સારા રહેશે : સંસ્‍કાર પેનલ

રાજકોટ : નાગરિક સહકારી બેન્‍ક કે જેની ગુજરાત તેમજ મહારાષ્‍ટ્રમાં ૩૮ બ્રાંચો છે અને દસ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. ૭૦ વર્ષ જૂની અને જનસમુદાયનો વિશ્વાસ ધરાવતી બેન્‍કમાં -થમ વખત એક સાથે ૨ બ્રાંચોમાં એટલેકે મુંબઈ ની કાલબાદેવી અને જુનાગઢમાં લોન કૌભાંડોની હારમાળાઓ સર્જાય છે. બેન્‍ક ના જનરલ મેનેજર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ એ લોનો મંજૂર કરેલ છે અને તે ખાતાઓ એનપીએ થઈ ગયેલ છે અને બેન્‍ક ની લ્‍હેણી રકમના અડધા ભાવે પણ મિલકતોના ખરીદનારાઓ મળતા નથી તેમ સંસ્‍કાર પેનલના કો-ઓર્ડીનેટર શ્રી વિબોધ દોશી જણાવે છે.

તેઓ કહે છે કે આંતરિક રીતે રીઝર્વ બેન્‍ક ના ઓડિટરો કે જે કયારેય મિલકતની સાઇટ વિઝિટ કરતાં નથી તેઓએ કાલબાદેવીના તમામ ૨૫ લોન ખાતાઓમાં મોર્ગેજ થયેલી સ્‍થાવર મિલકતોની સ્‍થળ પર જઈ જાતે સાઇટ વિઝિટ કરેલ હતી. બેન્‍કે દીધેલી લોનો કરતાં જેતે મિલકતની બજાર કિંમત અડધી પણ માલૂમ પડેલ નોહતી. આ વાત ની જાણ આર બી આઈ ને થતાં તે ચોકી ઉઠેલ અને બેન્‍કને આકરા ખુલાસાઓ પૂછેલ છે.

રીઝર્વ બેન્‍કના મુંબઈ સ્‍થિત સી જી એમએ બેન્‍કના ઉચ્‍ચ પદાધિકારીઓ સાથે ગત તા.૧૩/૧૧/૨૦૨૪ ના ગંભીર મિટિંગ લીધેલ હતી. કાલબાદેવી અને જુનાગઢ ના લોન ખાતાઓનું સ્‍ટેચ્‍યુટરી ઓડિટ સત્‍વરે કરાવીને નાગરિક બેન્‍ક ને વાસ્‍તવિક અને વિગતવાર રિપોર્ટ કરવાની કડક સુચના આપવામાં આવેલ છે. કૌભાંડોમાં સંડોવાયેલા બેન્‍કની અંદરના અને બહારના તમામ તત્‍વો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે પણ નાગરિક બેન્‍કને સૂચના આપવામાં આવેલી હતી. આ તા.૧૩ ની મિટિંગમાં રિઝર્વ બેન્‍કે સ્‍પષ્ટ રીતે  નાગરિક બેન્‍ક ને જણાવી દીધેલ છે કે થયેલા ફોડ કે કૌભાંડો અંગે કઇપણ છુપાવવામાં આવશે તો કડક પરિણામો ભોગવવાની બેન્‍કે તૈયારી રાખવાની રહેશે.

તેમણે કહ્યુ કે શ્રી કલ્‍પક મણીઆર ચેરમેન તરીકે તા.૩૦-૦૯-૨૦૧૨ ના નિવળત થયા હતા. ત્‍યારબાદ તેઓ બેન્‍કમાં દર સપ્તાહમાં માત્ર એક દિવસ એટલેકે ગુરુવારે કમિટી લેવા માટે આવતા હતા. મહિનમાં બે વખત થતી બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ ની મિટિંગમાં પણ શકય હોય ત્‍યાં સુધી ભાગ લેતા. પરંતુ બેન્‍કની ડે ટુ ડે બાબતોની નિર્ણય પ્રક્રિયાથી દૂર રહેતા. શ્રી કલ્‍પકભાઈને એવો ભરોષો હતો કે બેન્‍કમાં બધુ નીતિ નિયમ પ્રમાણે અને વર્ષો જૂની બેન્‍કની આગવી શુદ્ધ પરંપરા -માણે લોનો અપાતી હશે અને કયાંય કોઈ કૌભાંડો ચાલતા નહીં હોય. પરંતુ તેઓની પાસે સંખ્‍યા બંધ કૌભાંડોની હારમાળની હકીકતો પુરાવાઓ સાથે રજૂ થતાં તેઓશ્રી ચોંકી ઉઠેલ હતા. ડિરેક્‍ટર તરીકેની મર્યાદા હોવાથી નાગરિક બેન્‍ક માં તેમજ રિઝર્વ બેન્‍કમાં ઇન્‍ટરનલ સંઘર્ષ કરી રહેલ હતા. દરમિયાન ચૂંટણી જાહેર થતાં બેન્‍કના અન્‍ય હિત રક્ષકો સાથે મળીને સંસ્‍કાર પેનલના પ્રણેતા શ્રી મણીઆર બન્‍યા છે.

શ્રી મણીયારની ભૂમિકા વ્‍હીસલ બ્‍લોઅર ડિરેક્‍ટર તરીકે ની છે, લાખો નાના માણસોએ બેન્‍કમાં પોતાની ફિક્‍સ ડિપોઝિટો મુકેલ હોય ત્‍યારે તેમનો વિશ્વાસ અને ભરોષો સાચા અર્થમાં સચવાઈ રહે તે જોવાની જવાબદારી બેન્‍કના ડિરેક્‍ટરની હોવી જોઈએ. જ્‍યારે બેન્‍કમાં કૌભાંડોની હારમાળા થવા લાગે, ઉચ્‍ચ અધિકારીઓ સંડોવાયેલા હોય, બેન્‍કના સિનિયર ડિરેક્‍ટરો તેને છાવરતા હોય ત્‍યારે બેન્‍કનું આર્થિક ભવિષ્‍ય ધીમે ધીમે અંધકારમય બનતું જાય અને લોકોના વિશ્વાસ સાથે દગાબાજી થાય. ઊંઘઈને શરૂઆતમાં જ ડાબી દેવી પડે અન્‍યથા પરિસ્‍થિતી કાબૂ બહાર જતી રહે અને ભયંકર-દર્દભરી પરિસ્‍થિતી ઉદભવે તેમ શ્રી વિબોધ દોશી કહે છે.

શ્રી વિબોધ દોશીએ જણાવ્‍યુ છે કે શ્રી કલ્‍પકભાઈના મુદ્દાઓ સાથે બેન્‍કના તત્‍કાલિન ચેરમેન શ્રી શૈલેષભાઈ ઠાકર પગલાઓ લઈ રહેલ હતા. પરંતુ એક આદ વર્ષ પૂર્વે એટલેકે તા.૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ ના શ્રી ઠાકરનું ફરજિયાત રાજીનામું લઈ લેવામાં આવેલ છેલ્લા તેર મહિનામાં કોઈ કાયમી ચેરમેન કે વાઇસ ચેરમેન બેન્‍કને મળ્‍યા નહીં તે મોટી કમનસીબી છે. શ્રી જ્‍યોતિન્‍દ્રભાઈ મહેતા (મામા) કૌભાંડો અંગે પોતાનાથી વિપરીત વલણ ધરાવે છે. એટલા પૂરતો મત ભેદ છે. બાકી કોઈ મન ભેદ નથી. મામા-ભાણેજ વચ્‍ચે ના અંગત તેમજ પરિવારીક સબંધો સારા છે અને સારા જ રહેશે.

કલેકટર શ્રીની લેખીત સૂચના મુજબ માત્ર રાજકોટના વિસ્‍તારના ૧૯૬ મતદારો રાજકોટ ના ૧૩ ઉમેદવારો માટે મત આપી શકશે. રાજકોટ અને બહારગામના તમામ ૩૩૨ મતદારો ૨ અનામત મહિલા ઉમેદવારોને મત આપી શકશે, સંસ્‍કાર પેનલના એક મહિલા સહિત દસ જનરલ કેટગરીના ઉમેદવારો તેમજ ૧ મહિલા અનામત ઉમેદવાર એમ કુલ ૧૧ ચૂંટણી જંગ મા, કલ્‍પક મણિઆર સહિતના ૪ ઉમેદવારો અંગેનો નિર્ણય તા.૧૪ના હાઈકોર્ટના ચુકાદા પર નિર્ભર સંસ્‍કાર પેનલના ચૂંટણી નિશાન ડાયમંડ (હીરો), માઈક કે નાસ્‍પતિ માથી કોઈ એક કલેકટર શ્રી આજે ફાળવશે તેમ સંસ્‍કાર પેનલના વિબોધ દોશીએ કહ્યુ છે.

(10:03 AM IST)