તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th November 2024
રૈયા સર્વે નં. રપ૦ની અબજોની કિંમતની જમીન અંગે પાળ દરબારે કરેલ દાવો નામંજુર
રપ વર્ષ જુની ચકચારી વિવાદાસ્પદ જમીન અંગે રાજકોટ સિવિલ કોર્ટનો ૪૦૪ પાનાનો ઐતિહાસિક ચુકાદોઃ પાળ દરબાર દ્વારા વડોદરાના બિલ્ડર કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતિ કપચી)ના વારસો અને અન્ય વિરૂધ્ધ પાળ દરબારે દાવો કર્યો હતોઃ કોર્ટ દ્વારા કરવામાં આવેલ કાયદેસરના હુકમનામાને અલગ કરી પડકારી શકાય નહિઃ સિવિલ જજ પીપરાણીએ આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ, તા., ૧૪: રૈયા સર્વે નં. ૨૫૦ વાળી કિંમતી જમીન સંબંધે પાળ દરબાર દ્વારા ગુ. કાંતિલાલ અંબાલાલ પટેલ(કાંતિ કપચી) ના વારસો તથા અન્યો વિરૂધ્ધ કરવામાં આવેલ દાવો રાજકોટની સીવીલ કોર્ટ રદ કરી દ્વારા ૪૦૪ પાનાનો ચુકાદો આપી ઐતિહાસિક ચુકાદો આપેલ હતો. અંદાજીત પાંચ હજાર કરોડની જમીન માનવામાં આવે છે.
કોર્ટ દ્વારા કરવામાં આવેલ કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં રાજકોટ સીવીલ કોર્ટનો રૈયાના સર્વે નં. ૨૫૦ ની ૧પ૦ કરોડની જમીન સંબંધે થયેલ દાવો રદ કરી મહત્વનો ચુકાદો આપેલ હતો.
રાજકોટ તાલુકાના ગામ રૈયાના રેવન્યુ સરવે નં. ૨૫૦ ની જમીન એકર ૧૯૮-૩૯ ગુંઠા માંહેથી પાળ દરબારશ્રી હરીશચંદ્રસિંહ જાડેજાએ અગાઉ ડાયાલાલ જમનાદાસ રૂપારેલને એકર ૫૦-૦૦ તથા વિનાયકરાય છોટાલાલને એકર ૫૦-૦૦ વેચાણ આપવા સને-૧૯૮૦ માં કરારો કરી સુથી તથા અવેજ પેટે રકમો વસુલ મેળવી તેવી જમીનો તબદીલ કરવા પરવાનગી મેળવવા અરજી કર્યા બાદ તેવી અરજીઓ કલેકટરશ્રી, રાજકોટ દ્વારા નામંજુર કરવામાં આવ્યા બાદ મેળવી લીધેલ સુથી તથા અવેજની રકમો હરીશચંદ્રસિંહ જાડેજા ઓળવી જતાં ડાયાલાલ જમનાદાસ તથા વિનાયકરાય છોટાલાલ દ્વારા તેથી સુથી તથા અવેજ પેટે મેળવી લીધેલ રકમો પરત મેળવવા દિવાની દાવાઓ કરેલ હતાં,
ઉપરોકત દાવાઓ પેન્ડીંગ હોવા દરમ્યાન તેમજ અર્બન લેન્ડ સીલીંગ એકટ-૧૯૭૬ તથા એંગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ-૧૯૩૧ અન્વર્ય ચાલતા પ્રોસીડીંગ્ઝમાં રાજકોટ ઠાકોર સાહેબશ્રી મનોહરસિંહજી જાડેજા તથા તત્કાલિન મુખ્યમંત્રી સનતભાઈ મહેતા સાથે હરીશચંદ્રસિંહ જાડેજા મિત્રતા ધરાવતા હોઈને ઉપરોક્ત મહાનુભાવોની સુચના અન્વયે કાંતીલાલ અંબાલાલ પટેલ હરીશચંદ્રસિંહ જાડેજાને તન મન ધનથી મદદ કરી રહેલ હોયને ઉપરોક્ત મહાનુભાવોની મધ્યસ્થીથી હરીશચંદ્રસિંહ જાડેજાએ તા.૦૨/૦૪/૧૯૯૩ ના રોજ જમીન ડેવલપમેન્ટ અંગેનો સાટાખતનો કરી આપેલ હતો અને હરીશચંદ્રસિંહ જાડેજાએ તે જ દિવસે કાંતિલાલ અંબાલાલ પટેલની સૂચના અન્વયે ઘનંજય વલ્લભભાઈ પટેલ જોગ તમામ પ્રકારની સતાઓ અખત્યાર કરતું કુલમુખત્યારનામું પણ નોટરાઈઝડ કરી આપેલ હતું અને કાંતિલાલ અંબાલાલ પટેલ પાસેથી સુથી તથા અવેજ પેટે રકમો પણ વસુલ મેળવેલ હતી.
ગત તા.૨૦-૪-૧૯૯૩ ના રોજ કરી આપેલ કરારમાં હરીશચંદ્રસિંહ જાડેજાને મળનાર રકમ સ્પષ્ટ થતી નહી હોવાનું જણાવતાં કાંતિલાલ અંબાલાલ પટેલ દ્વારા વેચનારની સગવડતા અને સ્પષ્ટતા દર્શાવતો કરાર બનાવી વડોદરા લઈ આવવા જણાવતાં હરીશચંદ્રસિંહ જાડેજા વગેરે પોતાની સગવડતા મુજબનો કરાર સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરાવી લઈ આવતા તેવો કરાર તા.૦૭/૦૪/૧૯૯૩ ના રોજ નોટરાઈઝડ કરાવવામાં આવેલ હતો અને સદરહુ જમીનમાં કોઈ દબાણો ન થઈ જાય તેવા આશયથી કરારવાળી જમીનનો કબજો પણ કાંતિલાલ અંબાલાલ પટેલને સુપ્રત કરી આપેલ હતો. અને સને-૧૯૯૩ થી કાંતિલાલ અંબાલાલ પટેલ અર્બન લેન્ડ સીલીંગ એકટ તથા એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ હેઠળ કરવામાં આવેલ હુકમો પરત્વે મહે. મહેસુલ પંચ તથા નામ. ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા પ્રોસીડીંગ્ઝ નામી વકિલોને નિયુકત કરી સંભાળી રહેલ હતાં.
સદરહુ કાર્યવાહી ગતિમાં હોવા દરમ્યાન તેમજ કાયદાકીય કાર્યવાહીમાં વિલંબ થતાં હરીશચંદ્રસિંહ જાડેજા તથા કાંતિલાલ પટેલના કોમન મિત્ર શ્રી સનતભાઈ મહેતાની દરમ્યાનગીરી અન્વયે તાઃ ૧૩/૧૦/૨૦૦૦ ના રોજ નવો વિશેષ કરાર અવેજની રકમની સમજુતી અંગે કરવામાં આવેલ હતો તેમજ સદરહુ કરાર કરવાની વિશેષ જરૂરીયાત એ હતી કે હરીશચંદ્રસિંહ જાડેજાની ગેરહાજરી થયેથી વારસદારો દ્વારા કાંતિભાઈ પટેલને મુશ્કેલી ઉભી કરશે તેવી દહેશત હરીશચંદ્રસિંહ જાડેજા ધરાવતા હતાં અને તેવા આશયથી થયેલ કરારો અન્વયે કાંતિભાઈ પટેલનું હિત જળવાઈ રહે તેવા આશયથી કરારો અન્વયે કરારદાદી હુકમનામું મેળવી લેવું હરીશચંદ્રસિંહ તથા કાંતિભાઈ પટેલ વચ્ચે નકકી કરવામાં આવેલ હતું.
કાંતિભાઈ પટેલ દ્વારા હરીશચંદ્રસિંહ જાડેજા સાથે નક્કી થયા મુજબ રાજકોટના સીનીયર સીવીલ જજની કોર્ટમાં સ્પેદી.મુ.નં. ૩૫૦,૨૦૦૦ થી દાખલ કરવામાં આવેલ હતો અને હરીશચંદ્રસિંહ જાડેજા ના કુલમુખત્યાર ધનંજય વલ્લભભાઈ પટેલ દ્વારા જવાબ રજુ કરી નકકી થયા મુજબ કરારો તથા કાંતિભાઈ પટેલ પાસેથી મળેલ રકમો અંગે સ્વીકળતિ મજકુર જવાબમાં કબુલ રાખવામાં આવતા કાંતિલાલ પટેલ દ્વારા જવાબની કબુલતો લક્ષમાં લઈ કરારદાદી હુકમનામું કરવા રજુઆત કરતાં કોર્ટ દ્વારા સ્પે.દી.મુ.ઈ. ૩૫૦-૨૦૦૦ ના કામમાં તાઃ ૦૭/૦૨/૨૦૦૧ ના રોજ હુકમનામું કરી આપવામાં આવેલ હતું.
તા. ૦૭/૦૨/૨૦૦૧ના રોજ કોર્ટ દ્વારા હુકમનામું કરી આપ્યા બાદ હરીશચંદ્રસિંહ જાડેજાની દહેશત સાચી ઠરાવતી કુલમુખત્યારનામું રદ કરવા અંગેની નોટિસ પોતાના વારસદારોના દબાણ અઙ્ગ વર્ષ હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલ હતી અને ત્યારબાદ તુરંત જ હરીશચંદ્રસિંહ જાડેજાના બહેન કળષ્ણકુંવરબા દ્વારા સ્પે.દી.મુ.નં. ૨૪૭/૨૦૦૧ થી દાવો દાખલ કરવામાં આવેલ હતો અને તેવા દાવાના કામે હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલ જવાબ અન્વર્ય કાંતિલાલ પટેલ સાથે કરવામાં આવેલ કરારો વાદગ્રસ્ત જમીનના હિત માટે કરવામાં આવેલ હોવાનું જાહેર કરવામાં આવેલ
હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા ઉપરોકત દાવાના કામે જવાબ રજુ કર્યા બાદ પોતાના કુટુંબના સભ્યોના દબાણ અન્વયે વાદગ્રસ્ત જમીન પરત્વે કરવામાં આવેલ કરારો છેતરપીંડી અને નાદુરસ્ત તબિયત અન્વર્ય કાંતિલાલ પટેલ દ્વારા કરાવી લેવામાં આવેલ હોવાની તકરાર ઉપસ્થિત કરી હુકમનામું રદબાતલ ઠરાવવા અર્થે સ્પે.દી.મુ.નં. ૫૩/૨૦૦૨ થી દાવો દાખલ કરવામાં આવેલ હતો.ત્યારબાદ સને-૨૦૦૬ ના અંતમાં હરીશચંદ્રસિંહ જાડેજા નું અવસાન થતાં તેઓના સઘળા વારસદારોએ હાલના દાવામાં પક્ષકારો તરીકે દાખલ કરવા અરજી કરતાં સઘળા વારસદારોને પક્ષકારો તરીકે વાદી તરીકે સામેલ કરવામાં આવેલ હતા.
સને-૨૦૧૦ ના સમયગાળામાં કાંતિલાલ અંબાલાલ પટેલ દ્વારા મે, સિધ્ધી ઈ-ફ્રાસ્ટ્રકચર ના નામથી ધંધો કરતી ભાગીદારી પેઢી સાથે રજીસ્ટર્ડ કરાર કરી કરારવાળી જમીનનો કબજો મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સને સુઙ્કત કરી આપેલ હોયને અને મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા સીકયુરીટી એજન્સીની નિયુકત કરતા યશપાલસિંહ અમરસિંહ જાડેજા દ્વારા દી. મુ.નં. ૨૦૬/૨૦૧૦ દાખલ કરી વાદગ્રસ્ત જગ્યાનું કોર્ટ મારફત પંચનામું કરી પોતાનો કબજો પ્રસ્થાપિત કરાવવા પ્રયત્ન કરતા અને મેં. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સની ગેરહાજરીમાં પંચનામું કરાવી લીધાની જાણ થતા મે. સિદ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા ફરીથી પંચનામું કરવા અરજી કરતા કોર્ટ દ્વારા ફરીથી પંચનામું કરવા હુકમ ફરમાવતા સદરહુ હુકમ સામે નામ. ગુજરાત હાઈકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ પરંતુ તેમાં પોતે સફળ થશે નહીં તેવું જણાતા રીવીઝન અરજી પાછી ખેંચી લીધા બાદ નવા કોર્ટ કમીશ્રરશ્રી દ્વારા યશપાલસિંહ અમરસિંહ જાડેજાને નોટિસ બજાવવા પ્રયત્ન કરતા તેવી નોટિસની બજવણી ટાળતા કોર્ટ દ્વારા કમીશ્રરની નોટિસ ચોડી ભજાવવાનો હુકમ કર્યા બાદ તેવી ઙ્કક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસ પ્રોટેકશન સાથે વાદગ્રસ્ત જગ્યાનું પંચનામું થતાં તેવા પંચનામા અન્વયે વાદગ્રસ્ત જગ્યાનો કબજો મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સનો હોવાનું પ્રસ્થાપિત થઈ ગયેલ હતું. તેમજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચાલતા ફર્સ્ટ અપીલ્સના પ્રોસીડીંગ્ઝમાં ત્રણ સભ્યોની કમીટીની રચના કરતાં તેવી કમીટીને મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા કબજો સુપ્રત કરી આપવામાં આવેલ હતો તેમજ આજદિન સુધી ગઢન કરવામાં આવેલ કમીટીને વાદગ્રસ્ત જગ્યાની જાળવણી માટે થતી ખર્ચની રકમ મે. સિધ્ધી ઈન્ફાસ્ટ્રકચર્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવી રહેલ છે.
હરીશચંદ્ર સિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ દ્વારા સ્પે.દી. મુ.નં. ૩૫૦-૨૦૦૦ ના કામમાં કરાવી લેવામાં આવેલ તા.૦૭/૦૨/૨૦૦૧ ના રોજ કરાવી લીધેલ હુકમનામું રદબાતલ ઠરાવવા અંગેના દાવામાં નામ. કોર્ટ સમક્ષ ઉભયપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ તથા રજુઆતો લક્ષમાં લઈને હરીશચંદ્રસિંહ જાડેજા પાસેથી કાંતિભાઈ પટેલ દ્વારા દબાણ લાવી અફીણના નશાની હાલતમાં કરાવી લીધેલ કરારોની કોઈ રજૂઆત નામ. કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલ ન હતી અને ચાલુ દાવા દરમ્યાન હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી રકમો સ્વીકારેલ હોવાની રજુઆત તેમજ હરીશચંદ્રસિંહ જાડેજા નહીં પરંતુ મે, સિધ્ધ ઈન્ફાસ્કટ્રચર્સ વાદગ્રસ્ત જગ્યાનો કબજો ધારણ કરતા હોવાનું માળી અને હાલના દાવામાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કબજો પરત મળવા અંગેની કોઈ દાદ માંગેલ નહીં હોવાના કારણે દાવો મેઈન્ટેનેબલ નહીં હોવાની રજુઆત તેમજ રજૂ રાખેલ સમગ્ર દસ્તાવેજી પુરાવાઓને તલસ્પર્શી અભ્યાસ કરી ઉભય પક્ષ દ્વારા આપવામાં આવેલ મૈખિક પુરાવાનો પણ તલસ્પર્શી અભ્યાસ કરી રાજકોટના પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ શ્રી પીપરાની દ્વારા આશરે ૪૦૪ પાનાનો લાંબો ચુકાદો ઘડી વાદીનો દાવો નામંજૂર કરવા અંગેનો અભૂતપૂર્વ ચુકાદો આપતા ખળભળાટ મચી ગયેલ છે.
આ કામમાં પ્રતિવાદીઓ તરફે ઉદયન ૨, દેવમુરારિ, જતીનભાઈ ઠકકર, ધર્મેશભાઈ શેઠ, કેનન શાહ, અભય બારડ તેમજ હાઈકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયેલ હતાં.
જતિન ઠાકર
પ્રતિવાદીના એડવોકેટ
ઉદયન દેવમુરારી
પ્રતિવાદી એડવોકેટ
(2:27 PM IST)










