તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th November 2024
જંકશન સ્ટેશન સામેથી બેભાન મળેલા અજાણ્યા યુવાનનું મોત
વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪: જંકશન રેલ્વે સ્ટેશન સામે અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. બિમારીથી મૃત્યુ થયાની શક્યતા છે. મૃતકે કાળુ ટી-શર્ટ પહેર્યુ છે, ટુંકી દાઢી છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ અથવા ૭૯૮૪૬ ૩૮૩૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ ડી. પી. ગોહિલ વધુ તપાસ કરે છે.
(11:58 AM IST)










