<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

શેર બજારમાં ખોટ જતાં સિતારામ સોસાયટીના ૨૮ વર્ષના અમિત ભટ્ટીએ દુનિયા છોડી દીધી

માતા-પિતા-કાકા સહિતના ચોટીલા દર્શન કરી ઘરે આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હતોઃ તોડીને જોતાં અમિત લટકતો મળ્‍યોઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૫: શેર બજારમાં નાણા રોકવાનું અને કમાણી કરવાનું ચલણ હાલમાં ખાસ કરીને યુવાનોમાં વધી ગયું છે. પરંતુ અહિ જો સાવચેતી રાખવામાં ન આવે તો જોખમ ઉભુ થતું હોય છે. શહેરના કોઠારીયા સોલવન્‍ટ પાસે રહેતાં એક યુવાને શેર બજારમાં ખોટ જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ચોટીલા દર્શન કરીને પરત ઘરે આવેલા માતા-પિતાને દિકરો લટકતો મળ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ પાસે સિતારામ સોસાયટી-૨માં રહેતાં અમિતભાઇ મુકેશભાઇ ભટ્ટી (ઉ.વ.૨૮) નામના યુવાને પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

અમિતભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ તથા કુંવારો હતો. તે હીરા ઘસવાનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.  કાકા અશોકભાઇના જણાવ્‍યા મુજબ અમિતભાઇ શેર બજારમાં ખોટ જવાને કારણે કદાચ ટેન્‍શનમાં હતો, બીજી કોઇ તકલીફ તેને નહોતી. તેના માતા, પિતા, હું તથા એક મહેમાન એમ બધા ગઇકાલે ચોટીલા દર્શન કરવા ગયા હતાં. પરત ઘરે આવ્‍યા ત્‍યારે અમિત દરવાજો ખોલતો ન હોઇ પાટા મારી તોડીને જોતાં તે લટકતો મળ્‍યો હતો. થોડો ભાનમાં હોઇ તુરત જ અમે હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ જીવ બચ્‍યો નહોતો. યુવાન દિકરાના આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:59 PM IST)