News of Thursday, 14th November 2024
પદ્મશ્રી પૂ. દયાળજીભાઇ પરમાર (દયાળમુનિ) સાથેના અકિલા પરિવારના સંસ્મરણો

રાજકોટ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મમૂમિ ટંકારામાં ચાર વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર પૂ. દયાળમુનિ આર્યજી આજે બપોરે પરલોક સીધાવતા ટંકારા સહિત સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાઇ ગયો છે. ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેમને આત્મિય નાતો હતો. ‘અકિલા' માં તેમના વિશેની વિગતો વારંવાર પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેના પૂ. દયાળમુનિ આર્યજી સંસ્મરણો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલઃ જયેશ ભટાસણા, ભાવિન સેજપાલ- ટંકારા)
(2:39 PM IST)










