News of Thursday, 14th November 2024
રામકથાઃ શ્રાવકો માટે વિવિધ સ્થળોએથી વિનામુલ્યે બસની વ્યવસ્થા
પૂ.મોરારીબાપુની વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્ષ ખાતે જ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ૭ થી વધુ બસો વિવિધ સ્થળોએથી લઇ જશે અને કથા શ્રાવકોને પરત મુકી પણ જશે

રાજકોટઃ ઘણાં વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે. દુનીયાના લોકોને સૌથી મોટી ઓળખ મળી છે. જેનો શ્રેય પૂ.મોરારીબાપુને જાય છે. પૂ.મોરારીબાપુએ તેમની સૌપ્રથમ નવ દિવસીય કથા ૧૯૬૬માં ગુજરાતના ગાંદીલામાં કરી હતી. આ કથા તેમણે પૂજનીય સંતશ્રી રામકરદાસજીની ઉપસ્થિતીમાં કરી હતી. પૂ.મોરારીબાપુના વિચારો રામચરિત માનસ નામની પવિત્ર નદી માંથી પસાર થઇ તેમના હિમાલય જેવા પહાડી કંદમાંથી નીકળતા જે સીધા શ્રોતાઓના હૃદયમાં જઇને બેસી જાય છે.પૂ. મોરારિબાપુના અલૌકિક વિચારો, ચુંબકીય અવાજ, સુરીલા સંગીત પરની પકકડ, ગુઢ અને ગંભીર રહસ્યોને સમજાવવાની એક રમુજી શૈલીએ તેમને એક પ્રખર વકતા બનાવ્યા છે.
સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં ર૩ નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ.મોરારીબાપુની વૈશ્વીક રામકથાઃ ''માનસ સદભાવના''નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વીક રામકથા ‘માનસ સદભાવના'નું આયોજન થયું છે. વૈશ્વીક રામકથાની તૈયારી માટે આવનાર લોકો માટે વિવિધ સ્થળેથી વિનામુલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનાર પૂ.મોરારીબાપુની વૈશ્વીક રામકથા ‘માનસ સદભાવના'નો લાભ લેવા ઇચ્છતા ભાવિક શ્રોતાઓ માટે બસની વિનામુલ્યે વિશેષ સુવિધા આયોજકોએ કરી છે. જેટલી જરૂર પડશે એટલા ફેરા નિયત કરેલી બસો કથા સ્થળ અને નિયત થયેલા સ્ટેન્ડ વચ્ચે કરશે.લોકોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
વિનામુલ્યે લોકો કથા સ્થળ સુધી લોકો આવી શકશે અને ત્યાંથી પરત પણ ફરી શકશે. શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોંચશે. બસ વ્યવસ્થા ર૩ નવેમ્બરે બપોરે ર-૩૦ વાગ્યે અને ર૪ નવેમ્બરથી ૧ ડીસેમ્બર સુધી સવારે ૮-૩૦ વાગ્યાથી રાખવામાં આવી છે. જે લોકો બસના પોઇન્ટ પર ઉભા રહી જશે તેમને બસ કથા સ્થળે એટલેકે રેસકોર્ષ પહોંચાડશે.
આ બસ વ્યવસ્થા દ્વારા કથા શ્રાવકો કથા શ્રવણ કરવા માટે રાજકોટના વિવિધ સ્થળેથી રેસકોર્ષ (અયોધ્યા નગરી) સુધી પહોંચી શકશે અને કથા પૂર્ણ થયાં બાદ જે-તે સ્થળે કથા શ્રાવકોને પરત પણ લઇ જવાશે.
વૈશ્વીક રામકથા માટે બસની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી છે.બસ નંબર૧:મવડી ઝખરાપીરના મંદિરથી શરૂ કરી, મવડીગામ, બાપાસીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી.હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ (અયોધ્યા નગરી) સુધી જશે.
બસનંબ રઃ પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલ ચોક(લક્ષ્મીનગર) વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસનંબર ૩: કોઠારીયાથી શરૂ કરી કોઠારીયાગામ, રણુજા મંદીર, કોઠારીયા ચોકડી, નંદાહોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઇસક્રિમ, મહારાણી લક્ષ્મીબાઇ સ્કુલ થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસનંબર ૪: જીવરાજપાર્કથી શરૂ કરી શાષાીનગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષ્મીનગર ચોક થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ(અયોધ્યા નગરી) સુધી જશે.
બસનંબર પઃ માધાપર ચોકડીથી શરૂ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક, નાણાંવટી ચોક, રૈયાચોકડી થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસનંબર ૬: ઉપલાકાંઠા વિસ્તારથી શરૂ કરી રામદેવપીર મંદીર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ), ત્રીવેણી ગેઇટ(સંતકબીર રોડ) જલગંગા ચોક(સંતકબીર રોડ), ગોવીંદબાગ શાકમાર્કેટ બાલક હનુમાન સર્કલ(પેડક રોડ) રણછોડબાપુ આશ્રમ(કુવાડવારોડ), પારેવડી ચોક (બેડીપરા) થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ(અયોધ્યાનગરી)સુધી જશે.
બસનંબરઃ ૭ રેલનગર પેટ્રોલપંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન(જંકશન), પેટ્રોલપંપ (પુલના ખુણા પાસે) થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે. વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે.
વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે તા.ર૩ નવેમ્બર થી તા. ૧ ડીસેમ્બર સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે પૂ.મોરારીબાપુની વૈશ્વીક રામકથા ‘માનસ સદભાવના' યોજાનાર છે. કથાનો સમય ર૩ નવેમ્બરે સાંજે ૪ થી ૬-૩૦ વાગ્યા સુધી અને ર૪ નવેમ્બરથી ૧ ડીસેમ્બર સુધી સવારે ૧૦ થી ૧-૩૦ સુધીનો છે.
(3:06 PM IST)










