News of Thursday, 14th November 2024
કોઠારીયા સોલવન્ટ હાઉસિંગના કવાર્ટર પાસેથી રૂા. ૨૯ હજારના દેશીદારૂ સાથે મીલન પકડાયો
પીસીબીના એ.એસ.આઇ. હરદેવસિંહ રાઠોડ, કોન્સ. વિજયભાઇ મેત, યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૪: કોઠારીયા સોલવન્ટ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસેથી રૂા. ૨૯ હજારના દેશી દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઉભો હોવાની પીસીબીના એ.એમ.આઇ હરદેવસિંહ રાઠોડ, કોન્સ વિજયભાઇ મેતા, અને કોન્સ યુવરાજસિંહ રાણાને બાતમી મળતા સ્ટાફ સાથે કોઠારીયા સોલવન્ટ પાસે હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસેથી મીલન કેશુભાઇ મોરબીયા (ઉ.વ. ૧૯) (રહે. કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર) ને રૂા. ૨૯ હજારના ૧૪૫ લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ..આર. ગોડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.જે. હુણ તથા પી.બી. ત્રાજીયા તથા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ. કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામ સિંહ ચૌહાણ , વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોૈસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા , કોન્સ. યુેવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા કુલદિપસિંહ જાડેજા દેવરાજભાઇ કળીતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(3:25 PM IST)










