<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

હમ નહિં સુધરેંગેશહેરના વધુ ૮૧ વેપારીઓ પાસેથી ૬ કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍ત

જાહેરમાં ગંદકી કરનાર દંડાયાઃ ર૧,૬પ૦નો દંડઃ સોલીડ વેસ્‍ટ શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૧૪:  મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તારીખ ૧૨ થી ૧૩ એમ કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં કુલ ૮૧  પાસેથી ૫.૮૧૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૧,૬૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો. અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૫ આસામીઓ પાસેથી ૩.૧  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૬૪૦૦નો  વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી  ૦.૪૫  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૪૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૩૭ પાસેથી ૨.૨૬૭  કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૦૮૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશ્‍નરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, દ્રારા કરવામાં આવેલ.

(3:41 PM IST)