<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

પોસ્‍ટલ ખાતાની પહેલ : હવે પેન્‍શન ધારકો ઘરે બેઠા ડિજીટલ લાઇફ સર્ટિફીકેટ બનાવી શકશે : ફેશ-ફિંગરપ્રિન્‍ટનો ઉપયોગ વધશે

 

 રાજકોટ તા. ૧૪ : રાજકોટ હેડ પોસ્‍ટઓફિસમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્‍ટમાસ્‍ટર જનરલશ્રી કળષ્‍ણકુમાર યાદવના અધ્‍યક્ષસ્‍થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ હતી. જેમાં શ્રી કળષ્‍ણકુમાર યાદવે જણાવ્‍યું હતું કે હવે પેન્‍શનધારકોને હયાતીનુ પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્‍ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્‍શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્‍ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર ૭૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી, પેન્‍શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.

 તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેન્‍કના માધ્‍યમથી કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારના તમામ વિભાગોના પેન્‍શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ  ૩૦મી નવેમ્‍બર સુધી ચાલશે. ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેંકે ૨૦૨૦માં કેન્‍દ્ર, રાજ્‍ય અને કર્મચારી ભવિષ્‍ય નિધિ સંસ્‍થાના પેન્‍શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્‍ટેપ સેવા શરૂ કરી હતી, જે પેન્‍શન અને પેન્‍શનરોના કલ્‍યાણ વિભાગ અને નેશનલ ઇન્‍ફોર્મેટિક્‍સ સેન્‍ટરના સમન્‍વયમાં છે. 

 પેન્‍શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્‍તારના પોસ્‍ટમેન સાથે તેમજ પોસ્‍ટ ઇન્‍ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે પેન્‍શનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્‍ટ ઓફીસ બચત ખાતા નંબર અને પી.પી.ઓ. નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન -ક્રિયા પૂર્ણ થયા પછી, પેન્‍શનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. -ાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 આ અવસરે રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક ડાકઘરશ્રી એસ. કે. બુનકર, ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેંકના વરિષ્ઠ મેનેજરશ્રી સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્‍ટમાસ્‍ટર, રાજકોટશ્રી અભિજીત સિંહ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:41 PM IST)