News of Thursday, 14th November 2024
કાલાવડ રોડ નાનામવા પુલ પાસે યુપીના ગુલાબચંદનુ ઇજાગ્રસ્ત હાલતમાં મોત
પ્રૌઢ રીક્ષામાં બેસીને જતા'તાઃ તાલુકા પોલીસે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૪: કાલાવડ રોડ પર જડુસ હોટલ પાસે બ્રીજ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં યુ.પી.ના પ્રૌઢનું મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ મુળ યુપી હાલ મેટોડામાં રહેતા ગુલાબચંદ છત્રધારીભાઇ રાય (ઉ.વ. પ૪) ગઇકાલે રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે કાલાવડ રોડ પર જડુસ હોટલ નજીક પુલ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસના એ.એસ.આઇ. ગૌતમભાઇ પરમાર તથા જયદેવસિંહ સહિતે સ્થળપર પહોંચી પ્રોઢનું અકસ્માતમાં મૃત્યુ થયુ હોવાની શંકાએ સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથધરી છે.(૬.૧ર)
(3:50 PM IST)










