<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

સર્વેશ્‍વર ચોકના વોકળા કામનો ધમધમાટ

ચોકમાં પતરા લગાવાયાઃ ૪.૪૧ કરોડનો નવો સ્‍લેબ બનાવાશેઃ ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળાના હસ્‍તે ગઇકાલે ખાતમુર્હૂત કરાયુ

રાજકોટ તા. ૧૩: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭ માં સર્વેશ્‍વર ચોક, ડો. યાજ્ઞિક રોડ ખાતે આવેલ વોકળા પર રૂા. ૪.૯૧ કરોડના ખર્ચે સ્‍લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય  ડો. દર્શિતા શાહના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

ખાતમુહૂર્ત કાર્ય શરૂ કરતા પહેલા, સર્વેશ્‍વર ચોક ખાતેના વોકળામાં મોત થયું છે તેવા દિવ્‍ય આત્‍માઓની શાંતિ માટે, ઉપસ્‍થિત સૌ મહાનુભાવો દ્વારા બે મિનિટ મૌન પાળવામાં આવેલ.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ તેમજ ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ તેમજ રમેશભાઇ ટીલાળા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક  મનીષભાઇ રાડીયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વોર્ડ પ્રમુખ કૌશીકભાઇ ચાવડા, વોર્ડ મહામંત્રી વિશાલભાઇ માંડલિયા, દિપકભાઇ પારેખ, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, કિરણ ટેલિવિઝન સ્‍ટોરના રાજુભાઇ પટેલ, બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના દીપકભાઇ કારિયા, સંદીપભાઇ ડોડીયા, નિકુંજભાઇ વૈદ્ય, કુસુમબેન ડોડીયા, નીતિનભાઇ જરીયા, અશોકભાઇ સામાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, સિટી એન્‍જી અતુલ રાવલ, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્‍વિજયસિંહ તુવર, એમ.વી. ગાવિત તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

વોર્ડ નં. ૭ માં સર્વેશ્‍વર ચોક ખાતેના વોકળા પર નિર્માણ પામનાર ૯૯૦ ચો.મી. ક્ષેત્રફળના સ્‍લેબ કલ્‍વર્ટની લંબાઇ ૧૧૦ રનિંગ મીટર, પહોળાઇ ૯ રનિંગ મીટર તેમજ ઉચાઇ ૩ રનિંગ મીટર રહેશે. સર્વેશ્‍વર ચોકથી ડો. યાજ્ઞિક રોડને જોડતો હયાત વોકળો શિવમ કોમ્‍પલેક્ષ ૧ તથા ર બિલ્‍ડીંગ નીચેથી પસાર થતો હોઇ, આ વોકળાની સાફ સફાઇ કરવામાં મૂશ્‍કેલી થતી હોઇ, આ વોકળો હયાત રસ્‍તા પર ડાયવર્ટ કરવાથી  વોકળાની સફાઇ વ્‍યવસ્‍થિત રીતે થઇ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થઇ શકશે જેને લીધે આ વિસ્‍તારના આશરે ૧પ૦૦૦ જેટલા રહેવાસીઓને સુવિધા ઉપલબ્‍ધ થશે.(૬.ર૦)  આશરે ૧પ૦૦૦ જેટલા રહેવાસીઓને સુવિધા ઉપલબ્‍ધ થશે

(3:51 PM IST)