News of Thursday, 14th November 2024
જીવદયા ગ્રુપ રાજકોટ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા ૨૦ ગોેશાળાઓમાં ૨૩૦૦ મણ ઘાસચારો અર્પણ
પોલીસ કમિશનર બ્રજેશકુમારજાએ કાર્ય ને બિરદાવ્યું: ર્ંબિલ્ડર અતુલભાઈ શેઠ તથા શેફાલીબેન શેઠની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૪ : જીવદયા ગ્રુપ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે સુખી સંપન્ન દાતાઓ ના સાથ સહકારથી જીવદયા ગ્રુપના મોભી અને જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગોે સેવા મંડળના શ્રી સમીરભાઈ કામદાર ના સહકારથી આશરે ૨૩૦૦ મણ જેટલું (૪૬૦૦૦ કીલો) જેટલો ઘાસચારો ૨૦ ગૌશાળાઓમાં અબોલ જીવોને અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યમા રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ થી શરૂ કરવામાં આવેલ.. જેમાં રાજકોટ શહેરના આદરણીય પોલીસ કમિશનર બ્રજેશકુમાર જા સાહેબ ઉપસ્થિતિ રહી આ સેવા કાર્યને બિરદાવ્યું હતું તથા તેમના હસ્તે ગૌમાતાઓને ઘાસચારો અર્પણ કરવામાં આવેલ. બિલ્ડર અતુલભાઇ શેઠ, શેફાલીબેન શેઠ, અગ્રણીઓ નલીનભાઈ તન્ના અને રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી મુકેશભાઈ બાટવીયા અને જનસેવા ટ્રસ્ટ નાં અજયભાઈ વખારીયા તેમજ શશિભાઈ ભૂપતાણી ઉપસ્થિત રહી આ સેવાકાર્ય ની શુભેચ્છાઓ પાઠવેલ.. રોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના મનીષભાઈ માદેકાએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવેલ..શ્રી ઉપેનભાઈ મોદી એ આ સેવાકાર્યની આછેરી જલક આપેલ.
સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, રમેશ દોમડીયા, નીરવ સંઘવી, મેહુલ રવાણી, હર્ષદ મહેતા,હીમાંશુ ચીનોય, દીનેશ મોદી, હીરેન કામદાર, હરેશ દોશી, હીતેશ દોશી, ભરત બોરડીયા,અરૂણ નિર્મળ, અશોક ગજેરા, દિવ્યેશ કામદાર, નીખીલ શાહ, નીરજ પરમાર, મેહુલ શાહ, હરેશ વીંછી, જીગર દોમડીયા, મેહુલ સંઘાણી, નીરવ પારેખ, વીરેન્દ્ર સંઘવી, શૈલેષ ઉદાણી, પારસ મોદી, પાર્થ સંઘવી, ઉચીત કામદાર, મેહુલ આશરા, વિનય કામદાર, કલ્પેશ મોડાસરા, સોનુભાઇ આદતાણી , હેમા મોદી,હીના સંઘવી, જીમી સંઘવી, હર્ષા નિર્મળ, આરતી દોશી, દક્ષા મહેતા, શ્રધ્ધા પારેખ, મિતલ શાહ, પ્રાંચી શાહ, દ્રષ્ટિ વીંછી, બીના દોશી, સોનલ આશરા, અલ્કા બોરડીયા, એ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યનું સફળ સંચાલન હર્ષદભાઈ મહેતા તથા મેહુલભાઈ રવાણી એ કરેલું હતું
(3:52 PM IST)










