News of Thursday, 14th November 2024
બે કરોડથી વધુની છેતરપીંડીના ત્રણ ગુનામાં પાંચ વર્ષથી ફરાર કેતન ઉર્ફે વાસુ પકડાયો
પેરોલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ. જે.જી. તેરૈયા તથા ટીમે ઉતરાખંડના રૂદ્રપુરમાંથી દબોચ્યો

રાજકોટ, તા., ૧૪: શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા ચાર કરોડથી વધુની ચોરીની છેતારપીંડીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સને પેરોલ ફરલો સ્કવોડે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ જે.જી.તેરૈયા સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધમાં હતા ત્યારે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ રૂા. ર કરોડ ર૮ લાખની ર૯૦ કિલો ચાંદીની છેતરપીંડીના ગુનામાં તથા ક્રાઇમ બ્રાન્ચમાં રૂા. ૬૧ લાખની છેતર પીંડીના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી કેતન ઉર્ફે વાસુ સુરેશભાઇ ઢોલરીયા ઉતરાખંડમાં હોવાની માહીતી મળતા પેરોલ ફરલો સ્કવોડની ટીમે પાંચ વર્ષથી ફરાર કેતન ઉર્ફે વાસુ સુરેશભાઇ ઢોલરીયા (ઉ.વ.૩૭) (રહે. સદગુરૂ ગેઇટ નં. ર મકાન નં. ૬૯ કુવાડવા રોડ હાલ હોટલ સાંઇ પેલેસરૂમ નં. ૪૦પ, કાશીપુર બાયપાસ રોડ બીકાનેર રૂદ્રપુર ગામ ઉતરાખંડ)ને રૂદ્રપુર ગામમાંથી ઝડપી લીધો હતો.
આ કામગીરી પી.આઇ. સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.તેરૈયા, ઝહીરભાઇ ખફીફ, અમૃતભાઇ મકવાણા, સામંતભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચોહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
(4:02 PM IST)










