News of Thursday, 14th November 2024
યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરનાર ગૌતમની ધરપકડ
આરોપી તેની પત્નીને લઇને રાજકોટ આવતા યુવતીને ખબર પડતા પ્રનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના પ્રનગર વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આર્ચ્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લેનારા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પ્રનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રનગર પોલીસમાં રેલનગરમાં હાલ અમદાવાદમાં રહેતો ગૌતમ ઘનશ્યામભાઇ સોલંકી (ઉ.વ.ર૮) સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવતીને રેલનગર વિસ્તારમાં રહેતા ગૌતમ સોલંકી સાથે આશરે સાતેક વર્ષ પહેલા પરિચય થયા બાદ આંખ મળી જતા પ્રેમ થયો હતો બન્ને છેલ્લા ઘણા વર્ષોથી પ્રેમમાં હોઇ આરોપી ગૌતમે યુવતીને લગ્નની લાલચ આપી તેના પર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ ગૌતમ સાથે લગ્ન કરવાની તેની માતાને વાત કરતા યુવતીની માતાએ ના પાડી હતી બાદ ગૌતમને લગ્ન કરવાનું કહયુ હતું. ત્યારબાદ ર૦ર૩ માં આરોપી ગૌતમ કામ ધંધા માટે અમદાવાદ જતો રહયો હતો. ત્યાં તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા બાદ દિવાળીના તહેવારમાં ગૌતમ પત્નિ સાથે રાજકોટ આવ્યો હતો. ત્યારે યુવતીએ તેને જોઇ જતાં ગૌતમે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની ખબર પડતા યુવતીએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.એચ. પરમારે આરોપી ગૌતમ ઘનશ્યામભાઇ સોલંકી (ઉ.વ.ર૮) (રહે. રેલનગર વિસ્તાર) ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.(૬.૧૮)
(4:19 PM IST)










